વિનેશ ફોગાટના સન્યાસ બાદ હરિયાણાના સીએમનુ મોટુ એલાન
Vinesh Phogat: રેસલર વિનેશ ફોગાટે જે રીતે એક જ દિવસમાં માત્ર 7 કલાકમાં ત્રણ મેચ જીતીને પેરિસ ઑલિમ્પિકની ફાઇનલમાં જગ્યા બનાવી છે, તે નક્કી હતું કે તે ગોલ્ડ મેડલ જીતશે કે સિલ્વર મેડલ. પરંતુ ફાઈનલ મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હોવાથી તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
વિનેશના ડિસક્વૉલિફિકેશન બાદ સમગ્ર દેશમાં નિરાશા છે. પરંતુ જે રીતે તે ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની છે તેના પર સમગ્ર દેશને ગર્વ છે. આખો દેશ તેને મેડલ વિજેતા માની રહ્યો છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પણ વિનેશ ફોગાટને મેડલ વિજેતા તરીકે સન્માનિત કરવાની જાહેરાત કરી છે.

નાયબ સિંહ સૈનીએ કહ્યું કે હરિયાણાની અમારી બહાદુર દીકરી વિનેશ ફોગાટે જબરદસ્ત પ્રદર્શન કરીને ઓલિમ્પિકમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કેટલાક કારણોસર તે ભલે ઓલિમ્પિકની ફાઈનલ રમી શકી ન હોય પરંતુ તે આપણા બધા માટે ચેમ્પિયન છે.
અમારી સરકારે નક્કી કર્યું છે કે વિનેશ ફોગાટને મેડલ વિજેતાની જેમ આવકારવામાં આવશે અને ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતાને જે તમામ સન્માન, પુરસ્કારો અને સુવિધાઓ આપવામાં આવશે તે પણ વિનેશ ફોગાટને કૃતજ્ઞતા સાથે આપવામાં આવશે. અમને તમારા પર ગર્વ છે વિનેશ!
તમને જણાવી દઈએ કે વિનેશે પેરિસ ઓલિમ્પિકની ફાઈનલ મેચમાં ગેરલાયક ઠર્યા બાદ આજે સવારે કુશ્તીને અલવિદા કહી દીધું હતું. તેણે સોશિયલ મીડિયા પર ભાવનાત્મક પોસ્ટ શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી. તેણે કહ્યું કે કુસ્તીએ મને હરાવી.
વિનેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, 'મા કુસ્તી મારાથી જીતી, હું હારી ગઈ, માફ કરજો, તારું સપનું, મારી હિંમત બધુ તૂટી ગયું છે, મારી પાસે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024 🙏 હું હંમેશા તમારા બધાની ઋણી રહીશ, માફ કરશો.'
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
