Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"એક નિષ્ફળતના કારણે મારી પાંચ બોલરની થીયરીની ટીકા ના કરો"

Mahendra Sigh Dhoni
કોલંબો, 29 સપ્ટેમ્બરઃ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સહેવાગને પડતો મુકીને પાંચ બોલરની થીયરીનો બચાવ મહેન્દ્રસિંહ ધોની કરી રહ્યો છે. ધોની આ થીયરીની ટીકા કરનારાઓ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું છે કે તેણે 'હોર્સિઝ ફોર કોર્સિઝ'ની નીતિ આ ગેમ માટે અપનાવી હતી.

ઓસ્ટ્રેલિયા સામે નવ વિકેટે નાલેશીભર્યો પરાજય મળવા પાછળ ધોનીની પાંચ બોલરની થીયરીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. જો કે, તે પોતાની આ થીયરીનો બચાવ કરી રહ્યો છે. તેણે કહ્યું છે કે, એક નિષ્ફળતાના કારણે તેની આ થીયરીની ટીકા કરી શકાય નહીં. તેમજ વરસાદના કારણે ભારતનો પરાજય ઓસ્ટ્રેલિયા સામે થયો હતો.

તેણે કહ્યું કે, તેના સ્પિનર્સ શુક્રવારે રમાયેલી મેચમાં પોતાની અસર છોડવામાં નિષ્ફળ રહ્યાં તે માટે વરસાદ જવાબદાર છે કારણ કે તેઓ ગ્રીપ મેળવી શકતાં નહોતા. " અમે એક મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું તેના કારણે અમારી પાંચ બોલરની થીયરીની ટિકા કરાય નહીં. આ પહેલાં ઇંગ્લેન્ડ સામે અમારી આ થીયરી કામ કરી ગઇ હતી, પરંતુ શુક્રવારે વરસાદ અમને નડી ગયો હતો. એક વખત વરસાદ પડતાં ઓસ્ટ્રેલિયનોએ લાઇટ રોલરનો વિકલ્પ અપનાવ્યો હતો. એક વખત બોલ ભિનાશ પકડી લે છે, પછી સ્પિનર્સ માટે બોલની ગ્રીપ પકડવી ઘણી જ અઘરી થઇ જાય છે." તેમ ધોનીએ જણાવ્યું છે.

પાંચ બોલર્સની થીયરી અપનાવવા માટે સહેવાગ જેવા વિસ્ફોટક ઓપનરને પડતો મુકવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ધોનીએ કહ્યું છે કે બેમાંથી કોઇ એક બેટ્સમેનની પસંદગી કરવી અઘરી હતી. તેણે કહ્યું,"ખરેખર, તમારે હોર્સિસ ફોર કોર્સિસને પસંદ કરવું પડે અને અમે એને પસંદ કરવા માંગતા હતા જે આ ફોર્મેટ માટે સારો હોય. એ વાતનો ન્યાય કરવો અઘરો હતો કે શા માટે સહેવાગને ડ્રોપ કરવો પડ્યો."

જો કે, તેણે કહ્યું છે કે 140 કોઇ મોટો ટાર્ગેટ નહતો અને અમારી બેટિંગ સારી નહોતી. 10 ઓવરના અંતે અમારો સ્કોર 2 વિકેટે 70 હતો જે અચાનક જ પાંચ વિકેટે 70 થઇ ગયો હતો. જો કે અમને મોટો સ્કોર થશે તેવી આશા હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X