Divya Deshmukh: 19 વર્ષીય દિવ્યા દેશમુખે જીત્યો ચેસ વર્લ્ડ કપ 2025, ફાઈનલમાં કોનેરુ હમ્પીને હરાવી રચ્યો ઈતિહાસ
Women's Chess World Cup Winner Divya Deshmukh: ભારતની યુવા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો હતો. માત્ર 19 વર્ષની દિવ્યાએ જ્યોર્જિયામાં આયોજિત આ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની દિગ્ગજ ખેલાડી કોનેરુ હમ્પીને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. આ સાથે, તે વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ચેસ ખેલાડી બની હતી. દિવ્યાએ ગયા વર્ષે જુનિયર ગર્લ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ જીતી હતી અને ત્યારબાદ ભારતને ચેસ ઓલિમ્પિયાડ ટાઈટલ જીતવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ભારતે સેમિફાઇનલમાં ચીનને પછાડ્યું
FIDE ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનાર બંને ખેલાડીઓએ ભારતનું ગૌરવ વધાર્યું છે. દિવ્યા દેશમુખે સેમિફાઇનલ મેચમાં ચીનની તાન ઝોંગીને હરાવી ફાઇનલમાં જગ્યા મેળવી છે. તો આ સાથે દિવ્યા મહિલા ચેસ વર્લ્ડની ફાઇનલમાં સ્થાન મેળવનારી દેશની પ્રથમ મહિલા તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પીએ સેમિફાઇનલમાં ચીનની ટીંગજી લેઈને પણ હરાવી હતી. ચીનને હરાવીને ભારતની આ દીકરીઓ ફાઇનલમાં પહોંચી ગઈ છે. આનાથી પરથી એ સાબિત થાય છે કે, આ વખતે મહિલા ચેસ વર્લ્ડ કપનો પહેલો ખિતાબ ભારત આવવા માટે તૈયાર છે.
દિવ્યા દેશમુખ ચેસ વર્લ્ડ કપમાં ચેમ્પિયન
Divya Deshmukh Chess: છેલ્લા 3 અઠવાડિયાથી જ્યોર્જિયાના બાટુમીમાં મહિલા ચેસ વર્લ્ડ કપ યોજાઈ રહ્યો હતો, જ્યાં દિવ્યા દેશમુખે ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. તેના પછી, ભારતની પ્રથમ મહિલા ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પીએ પણ ફાઈનલમાં પહોંચીને આ ટાઈટલ મેચને ખાસ બનાવી હતી. આ સાથે જ ટાઈટલ ભારતીય જ જીતશે અને પહેલીવાર કોઈ ભારતીય મહિલા ચેસ વર્લ્ડ કપ ચેમ્પિયન બનશે તે નક્કી થયું. પરંતુ આ વખતે યુવા ખેલાડી સામે અનુભવી ખેલાડી હારી ગઈ.
દિવ્યા દેશમુખને મળ્યું ઈનામ
નાગપુરની રહેવાસી દિવ્યા દેશમુખે ચેસ વર્લ્ડ કપ જીતીને વિશ્વમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે તે સાથે ભારતના ગૌરવમાં વધારો કર્યો છે. દિવ્યા વર્લ્ડ ચેમ્પિયન બનતા તેને લગભગ 42 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે. તો આ બાજુ કોનેરુ હમ્પીને રનર-અપ તરીકે 30 લાખ રૂપિયાની ઇનામ રકમ મળ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
