ટી20 ક્રિકેટમાં સૌથી શિકાર કરનાર વિકેટકીપર્સઃ ધોની બીજા ક્રમે
હાલ ભારતમાં ચેમ્પિયન્સ ટી20 લીગ રમાઇ રહી છે અને ભારતીય ટીમો સારો દેખાવ કરી રહી છે, વ્યક્તિગત દેખાવ પર વાત કરીએ તો ટી20 ક્રિકેટમાં એક વિકેટ કીપર તરીકે ધોની સૌથી વધુ શિકાર કરનાર વિશ્વનો બીજો વિકેટ કીપર બની ગયો છે. જેમા તેણે પકડેલા કેચ અને સ્ટમ્પિંગ સામેલ છે. આ યાદીમાં તમામ પ્રકારની ટી20નો સમાવેશ કરવામાં આવ્યો છે.
ધોનીએ કરેલા શિકાર અંગે વાત કરીએ તો 27 સપ્ટેમ્બરના રોજ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી પર્થ સ્કોર્ચર્સ સામેની મેચ દરમિયાન આશિષ નહેરાની ઓવરમાં ક્રેગ સિમોન્સને સ્ટમ્પ આઉટ કરતાની સાથે જ તે કુમાર સંગાકારાના રોકેર્ડ પાર કરી ગયો હતો. આ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે 155 રન બનાવ્યા હતા, પરંતુ આર અશ્વિને લીધેલી 20માં 3 વિકેટની મદદથી પર્થ સ્કોર્ચર્સ 142 રન જ બનાવી શક્યું હતું.
ટી20ના સૌથી સફળ વિકેટ કીપરની યાદીમાં ટોચ પર પાકિસ્તાનનો કામરાન અકમલ છે. તેણે અત્યારસુધી 151 શિકાર કર્યા છે. આ યાદીમાં ધોની સિવાય માત્ર એક જ ભારતીય વિકેટ કીપર છે, દિનેશ કાર્તિક. જે યાદીમાં પાંચમા ક્રમે છે, તો ચાલો તસવીરો થકી જાણીએ એ ટોપ 10 વિકેટ કીપર્સ કોણ છે, જેણે સૌથી વધુ શિકાર ટી20માં કર્યા છે.

કામરાન અકમલ
દેશઃ- પાકિસ્તાન
મેચઃ- 138
શિકારઃ- 151

મહેન્દ્ર સિંહ ધોની
દેશઃ- ભારત
મેચઃ- 189
શિકારઃ- 124

કુમાર સંગાકારા
દેશઃ- શ્રીલંકા
મેચઃ- 155
શિકારઃ- 123

ડેનેશ રામાદિન
દેશઃ- વેસ્ટ ઇન્ડિઝ
મેચઃ- 128
શિકારઃ- 117

દિનેશ કાર્તિક
દેશઃ- ભારત
મેચઃ-161
શિકારઃ- 112

જેમ્સ ફોસ્ટર
દેશઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 135
શિકારઃ- 101

ફિલ મસ્ટર્ડ
દેશઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 152
શિકારઃ- 100

એડમ ગિલક્રિસ્ટ
દેશઃ- ઓસ્ટ્રેલિયા
મેચઃ- 102
શિકારઃ- 96

નેઇલ ઓબ્રેઇન
દેશઃ- આયરલેન્ડ
મેચઃ- 121
શિકારઃ- 92

ક્રેગ કેઇસવેટ્ટર
દેશઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 114
શિકારઃ- 86
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
