ઓલમ્પિક બ્રોન્ઝ વિજેતાએ કહ્યું,કયારેય કોઇ યુવતી સાથે આવું ના થાય

મેરીકોમએ કહ્યું કે, આ ઘટનાની ક્રુરતાએ મને સંપુર્ણ હલાવી નાંખી છે. ક્યારેય કોઇ યુવતી સાથે આવું ના થાય. હું દુઆ કરું છું કે એ યુવતી જીવીત રહે. આ એક દુઃખદ છે કે આધુનિક સમાજમાં આવી ઘટના ઘટી રહી છે. આપણો સમાજ આખરે કઇ દિશામાં જઇ રહ્યો છે. મહિલા હોવાના કારણે હું ઘણી જ દુઃખી છું અને એ યુવતીના દર્દને સમજી શકું છું. આપણે તેની કડક શબ્દોમાં નિંદા કરવી જોઇએ.
પાંચમી વખતની વિશ્વ ચેમ્પિયને કહ્યું કે, સરકાર અને પોલીસે સુનિશ્ચિત કરવું જોઇએ કે મહિલાઓ દેશમાં સુરક્ષાનો અનુભવ કરે, જરૂરી પગલાં ઉઠાવવામાં આવે, જેથી આવી ઘટનાઓ ફરી ક્યારેય ના ઘટે.
નોંધનીય છે કે, શનિવારે દિવસભર સરકાર તરફથી દિલ્હી વહિવટી તંત્રને પરેશાન કરનાર પ્રદર્શનકારી કડકડતી ઠંડીમાં આખી રાત ઇન્ડિયા ગેટ પર ખુલા આકાશ નીચે બેસી રહ્યાં હતા. આંદોલનકારીઓના ઉગ્ર પ્રદર્શનના કારણે સૌથી તાકવતર મહિલા સોનિયા ગાંધીને રાત્રે 1 વાગે ઘરની બહાર આવવું પડ્યું હતું. રવિવારે સવારથી જ પ્રદર્શનકારીઓ ન્યાયની માંગ સાથે ઇન્ડિયા ગેટ પર પ્રદર્શન કરી રહ્યાં છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસ દ્વારા પાણીના ફુવારા અને આસું ગેસના ગોળા છોડવામાં આવી રહ્યાં છે. તેમજ લાઠીચાર્જ પણ કરવામાં આવી રહ્યો છે. જેમાં અનેક પ્રદર્શનકારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. આ બધાની વચ્ચે બાબા રામદેવ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જે દરમિયાન પોલીસ અને રામદેવના સમર્થકો વચ્ચે પણ સંઘર્ષ થયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
