DC vs KKR: દિલ્હીનો બોલિંગનો નિર્ણય, મિશેલ માર્શ કોવિડમાંથી પરત ફર્યો!
આઈપીએલની 41મીં મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. હાલ બન્ને ટીમો તેના પાટા પરથી ઉતરી ગઈ છે. આ મેચમાં ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈ, 28 એપ્રિલ : આઈપીએલની 41મીં મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. હાલ બન્ને ટીમો તેના પાટા પરથી ઉતરી ગઈ છે. આ મેચમાં ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

દિલ્હીની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. મિશેલ માર્શમાંથી કોવિડમાંથી પરત ફર્યો છે અને ચેતન સાકરિયાએ પણ પ્લેઈંગ 11માં પુનરાગમન કર્યું છે. બીજી તરફ KKRએ ત્રણ ફેરફાર કર્યા છે. ફિન્ચ, હર્ષિત રાણા અને ઈન્દ્રજીતને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે.
દિલ્હી કેપિટલ્સ ટીમ 7 મેચમાંથી ત્રણ જીત અને ચાર હાર સાથે માત્ર 6 પોઈન્ટ મેળવવામાં સફળ રહી છે, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ આઠ મેચમાં માત્ર ત્રણ જીત નોંધાવવામાં સફળ રહી છે અને પાંચમાં હાર થઈ છે. બંને ટીમના 6-6 પોઈન્ટ છે અને પોઈન્ટ ટેબલમાં મુંબઈ અને ચેન્નઈની ટીમ પછી સૌથી નીચેના સ્થાને છે. અગાઉ આ સિઝનમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ ચૂકી છે, જેમાં દિલ્હી કેપિટલ્સ જીતવામાં સફળ રહી હતી.
દિલ્હી કેપિટલ્સે 44 રનથી મોટી જીત મેળવી હતી, હવે ફરી એકવાર ઋષભ પંતની ટીમ તેના જૂના કેપ્ટન શ્રેયસ અય્યરની સામે છે અને તેની નજર પાછલી મેચના પ્રદર્શનનું પુનરાવર્તન કરવા પર હશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ : એરોન ફિન્ચ, સુનીલ નારાયણ, શ્રેયસ ઐયર (C), નીતિશ રાણા, વેંકટેશ ઐયર, બાબા ઈન્દરજીત (W), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, હર્ષિત રાણા
દિલ્હી કેપિટલ્સ : પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ઋષભ પંત (w/c), લલિત યાદવ, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરિયા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
