Year Ender 2019: ટ્વીટર પર કોહલી રહ્યા નંબર વન, આ ટ્વીટ થયું સૌથી વધુ રિટ્વીટ
Year Ender 2019: ટ્વીટર પર કોહલી રહ્યા નંબર વન, આ ટ્વીટ થયું સૌથી વધુ રિટ્વીટ
ક્રિકેટ અને ગ્લેમરની દુનિયાના સિતારાઓ સતત સોશ્યલ મીડિયા પર પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે. 2019 નું વર્ષ વિદાય લઈ રહ્યું છે ત્યારે એ જાણવું જરૂરી છે કે આ વર્ષમાં ક્રિકેટમાં કોણ ટ્વિટર પર છવાયેલું રહ્યું? તો અમને તમને જણાવી દઈએ કે આ વર્ષ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીના નામે રહ્યું. વિરાટ કોહલીનું એક ટ્વિટ સૌથી વધુ છવાયેલું રહ્યું.

ટ્વીટર પર કોહલી રહ્યા નંબર વન
7 જુલાઈએ ભારતના સૌથી સફળ કપ્તાન અને ક્રિકેટની દુનિયામાં જેને પોતાના દમ પર ઝંડા ગાળ્યા છે એ મહેન્દ્રસિંગ ધોનીનો જન્મ દિવસ આવે છે. આ દિવસે વિરાટ કોહલીએ ધોનીને ઉલ્લેખીને એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટ વર્ષનું સૌથી ચર્ચિત ટ્વિટ બની ગયું છે. વિરાટ કોહલીએ લખ્યું હતું કે, 'હેપી બર્થડે મહી ભાઈ. વિશ્વાસ અને આદરનો અર્થ બહુ ઓછા લોકો સમજે છે અને મને આનંદ છે કે મેં આટલા વર્ષોથી તમારી મિત્રતા કરી. તમે અમારા બધા માટે મોટા ભાઈ રહ્યા છો અને મેં અગાઉ કહ્યું તેમ તમે હંમેશા મારા કેપ્ટન બની રહેશો.' આ ટ્વિટ સૌથી વધુ વખત રિટ્વિટ થનારું ટ્વિટ બની ગયું હતું, એટલું જ નહિ આ ટ્વીટને 45 હજાર 900 થી વધુ લોકોએ રિટ્વીટ અને લગભગ 4 લાખ 12 હજાર 900 લોકોને લાઈક કર્યું હતું.

સોશ્યલ મીડિયા પર કરોડો ફોલોઅર્સ
આ વર્ષે ટ્વિટર પર કોહલીના કેટલા જલવા રહ્યા એ આ વાતથી તમે સમજી શકો છો. ટ્વિટર પર 3 કરોડ ફોલોઅર્સ છે. એવું નથી કે ભારતમાં જ કોહલીની ચાહના છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોહલીના ચાહનારાઓની સંખ્યા બહુ મોટી છે. આતો વાત થઈ ટ્વિટરની, ટ્વિટર સિવાય ફેસબૂક પર 3 કરોડ 71 લાખ અને ઇન્સ્ટાગ્રામ પર 4 કરોડ 54 લાખ ફોલોઅર્સ છે.

આ બાબતમાં પણ સૌથી ઉપર
આ સિવાય કોહલી આ વર્ષે ટ્વિટર પર સૌથી વધુ સક્રિય ભારતીય ક્રિકેટર રહ્યો છે. ટ્વિટર ઇન્ડિયાએ જાહેર કરેલી ટોપ -10 યાદીમાં કોહલીને પ્રથમ ક્રમ આપ્યો છે. મહેન્દ્રસિંહ ધોની બીજા સ્થાને છે, જ્યારે રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. વીરેન્દ્ર સેહવાગ સૌથી વધુ સક્રિય રહેવામાં પાંચમા સ્થાને રહ્યો છે.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત








Click it and Unblock the Notifications
