WTC Final 20223 : શર્દૂલ ઠાકુરે બનાવ્યો મહારેકોર્ડ, બ્રેડમેન સહિત ત્રણ લોકો જ કરી શક્યા છે આ કમાલ
WTC Final 20223 : ઓસ્ટ્રેલિયા સાથે લંડનના ઓવલ સ્ટેડિયમમાં રમાઇ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ 270 રનનો આંડકો પાર કર્યો હતો. જોકે સમગ્ર ભારતીય ટીમ 296 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેમાં સૌથી વધુ રન રહાણે એ બનાવ્યા હતા. રહાણે એ 89 રન બનાવ્યા હતા. જે બાદ શાર્દૂલ ઠાકુરે 51 રન બનાવ્યા હતા.
લોર્ડના હુલામણા નામથી ઓળખાતા શાર્દૂલે જરૂરિયાત સમયે મહત્વની અડધી સદી ફટકારી હતી, આ સાથે રહાણે સાથે સાતમી વિકેટ માટે 109 રન પણ જોડ્યા હતા, જેથી ઓછામાં ઓછું ભારતને ફોલોઓનના પતનનો સામનો ન કરવો પડ્યો હતો.

શાર્દૂલ ઠાકુરે પ્રથમ દાવમાં બે વિકેટ ઝડપી હતી, જ્યારે બોલિંગમાં પણ આગ ફેલાવી હતી, પરંતુ તેણે બેટિંગમાં બરાબર એવું જ કર્યું હતું, જેના માટે ચાહકો અથવા સોશિયલ મીડિયાએ તેમને લોર્ડ ઠાકુરનું નામ આપ્યું છે.
શાર્દૂલ દ્વારા રમેલી 51 રનની ઈનિંગ્સ સાથે તેણે ક્રિકેટ ઈતિહાસમાં તે પરાક્રમ કર્યું, જે તેના સિવાય સર ડોન બ્રેડમેન અને એલન બોર્ડરે કર્યું છે. એવું કહી શકાય કે, એક ખાસ કિસ્સામાં લોર્ડ ઠાકુરે ખરેખર હવે પોતાને ક્રિકેટના લોર્ડ કહેવાતા સર ડન બ્રેડમેનની ક્લબમાં સામેલ કરી લીધા છે.
પ્રવાસી ટીમના સભ્યએ ધ ઓવલ ખાતે સળંગ દાવમાં પચાસથી વધુ રન બનાવ્યા હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. શુક્રવારના રોજ 51 રન બનાવ્યા તે પહેલા શાર્દૂલે વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટની બંને ઈનિંગ્સમાં અર્ધસદી ફટકારી હતી. ત્યારબાદ ઠાકુરે 57 અને 60 રન બનાવ્યા હતા. અને હવે આ ત્રીજી સદી ફટકારીને, તેણે ધ ઓવલ ખાતે સતત ત્રણ અર્ધસદી ફટકારીને સર ડોન બ્રેડમેન અને એલન બોર્ડરની બરાબરી કરી છે.
સર ડોને 1930-34ની વચ્ચે ઓવલ ખાતે સતત ત્રણ અર્ધસદી ફટકારી હતી, ત્યારપછી તેમના દેશના અન્ય ભૂતપૂર્વ કેપ્ટન એલન બોર્ડરે 1985-89ની વચ્ચે આ કારનામુ કર્યું હતું, પરંતુ શાર્દૂલ એક મામલામાં આ બંને કરતા સારો હતો. કારણ કે, ઠાકુરે બોલિંગમાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો અને વિકેટ લીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
