WPL 2026નું શિડ્યૂલ જાહેર, ફાઇનલ મેચ 5 ફેબ્રુઆરીએ વડોદરામાં યોજાશે
WPL 2026 Full Schedule: મહિલા પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝનનું BCCI દ્વારા ટાઇમટેબલ જાહેર, કુલ 22 મેચ 28 દિવસમાં રમાશે, ગુજરાત અને મહારાષ્ટ્રની ભાગીદારી: DY પાટિલ સ્ટેડિયમમાં શરૂઆત, વડોદરામાં પ્લેઓફ અને ફાઇનલનું આયોજન, ફાઇનલ રજાના દિવસે નહીં રમાય તે આશ્ચર્યજનક.

મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 માટે મેગા ઓક્શન બાદ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ મોટી ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ વખતે શેડ્યૂલમાં એક મોટું આશ્ચર્ય જોવા મળ્યું છે, કારણ કે આ લીગની ફાઇનલ મેચ સપ્તાહના રજાના દિવસે નહીં, પરંતુ કામકાજના દિવસે યોજાશે.
BCCIના શેડ્યૂલ મુજબ, ટુર્નામેન્ટનો એલિમિનેટર 3 ફેબ્રુઆરી (મંગળવાર) ના રોજ અને ફાઇનલ 5 ફેબ્રુઆરી (ગુરુવાર) ના રોજ રમાશે.
ગુજરાત અને મુંબઈમાં ટૂર્નામેન્ટ
આ વખતે WPL 2026ની સમગ્ર ટુર્નામેન્ટ માત્ર બે જ શહેરોમાં યોજાશે.
- નવી મુંબઈ (DY પાટિલ સ્ટેડિયમ)
- વડોદરા (ગુજરાત)
ટુર્નામેન્ટનો ઓપનિંગ રાઉન્ડ અને પહેલા બે ડબલહેડર્સ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ ટુર્નામેન્ટનો બીજો ભાગ ગુજરાતના વડોદરા ખાતે રમાશે, જે પ્લેઓફ અને ફાઇનલ મેચનું પણ આયોજન કરશે. ગુજરાત માટે આ એક ગૌરવપૂર્ણ બાબત છે.
WPL 2026: મુખ્ય વિગતો
- કુલ મેચ: 22
- કુલ દિવસ: 28
- ડબલહેડર્સ: 2
- મેચનો સમય: બે ડબલહેડર્સ સિવાયની તમામ મેચો સાંજે 7:00 વાગ્યાથી શરૂ થશે.
WPL 2026નું સંપૂર્ણ શેડ્યૂલ
તારીખ | મેચ | સ્થળ
9 જાન્યુઆરી | મુંબઈ ઇન્ડિયન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | નવી મુંબઈ
10 જાન્યુઆરી | યુપી વોરિયર્સ vs ગુજરાત જાયન્ટ્સ | નવી મુંબઈ
10 જાન્યુઆરી | મુંબઈ ઇન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ | નવી મુંબઈ
11 જાન્યુઆરી | દિલ્હી કેપિટલ્સ vs ગુજરાત જાયન્ટ્સ | નવી મુંબઈ
12 જાન્યુઆરી | રોયલ ચેલેન્જર્સ vs યુપી વોરિયર્સ | નવી મુંબઈ
13 જાન્યુઆરી | મુંબઈ ઇન્ડિયન્સ vs ગુજરાત જાયન્ટ્સ | નવી મુંબઈ
14 જાન્યુઆરી | યુપી વોરિયર્સ vs દિલ્હી કેપિટલ્સ | નવી મુંબઈ
15 જાન્યુઆરી | મુંબઈ ઇન્ડિયન્સ vs યુપી વોરિયર્સ | નવી મુંબઈ
16 જાન્યુઆરી | રોયલ ચેલેન્જર્સ vs ગુજરાત જાયન્ટ્સ | નવી મુંબઈ
17 જાન્યુઆરી | યુપી વોરિયર્સ vs મુંબઈ ઇન્ડિયન્સ | નવી મુંબઈ
17 જાન્યુઆરી | દિલ્હી કેપિટલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | નવી મુંબઈ
19 જાન્યુઆરી | ગુજરાત જાયન્ટ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | વડોદરા
20 જાન્યુઆરી | દિલ્હી કેપિટલ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ | વડોદરા
22 જાન્યુઆરી | ગુજરાત જાયન્ટ્સ vs યુપી વોરિયર્સ | વડોદરા
24 જાન્યુઆરી | રોયલ ચેલેન્જર્સ vs દિલ્હી કેપિટલ્સ | વડોદરા
26 જાન્યુઆરી | રોયલ ચેલેન્જર્સ vs મુંબઈ ઇન્ડિયન્સ | વડોદરા
27 જાન્યુઆરી | ગુજરાત જાયન્ટ્સ vs દિલ્હી કેપિટલ્સ | વડોદરા
29 જાન્યુઆરી | યુપી વોરિયર્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | વડોદરા
30 જાન્યુઆરી | ગુજરાત જાયન્ટ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ | વડોદરા
1 ફેબ્રુઆરી | દિલ્હી કેપિટલ્સ vs યુપી વોરિયર્સ | વડોદરા
3 ફેબ્રુઆરી | એલિમિનેટર | વડોદરા
5 ફેબ્રુઆરી | ફાઇનલ | વડોદરા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
