World Cup Today's Match: વર્લ્ડ કપ 2023માં આજે કોની મેચ છે - ઑસ્ટ્રેલિયા વિ. શ્રીલંકા
Australia vs Sri Lanka, 14th Match: લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આજે એટલે કે 16 ઓક્ટોબરે ICC ક્રિકેટ વર્લ્ડ કપની 14મી મેચમાં ઑસ્ટ્રેલિયાનો મુકાબલો શ્રીલંકા સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ બપોરે 2 વાગે શરૂ થશે. ઑસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં અત્યાર સુધી છેલ્લા સ્થાને છે અને તેની બંને મેચ હારી છે. બીજી તરફ શ્રીલંકાને પણ બે હારનો સામનો કરવો પડ્યો છે. તે રેન્કિંગમાં 8માં સ્થાને છે.
ઑસ્ટ્રેલિયાએ તેની છેલ્લી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી, જ્યાં ઑસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાની શરૂઆત મજબૂત રહી હતી અને પ્રથમ વિકેટે 108 રન બનાવ્યા હતા. આ પછી પણ રનનો સિલસિલો અટક્યો ન હતો.

ક્વિન્ટન ડી કૉકની શાનદાર સદીની મદદથી તેઓ 311 રનના સારા સ્કોર સુધી પહોંચ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી અને એક પછી એક વિકેટો ગુમાવતી રહી અને આખરે 134 રનના વિશાળ અંતરથી મેચ હારી ગઈ.
શ્રીલંકાને તેની છેલ્લી મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓએ શરૂઆતની વિકેટ ગુમાવી પરંતુ બીજી અને ત્રીજી વિકેટ માટે અનુક્રમે બે સદીની ભાગીદારી કરી, જે તેમને રમતમાં પરત લાવી.
તેણે 345 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાને શરૂઆતમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શફીક અને રિઝવાનની જોડીએ 176 રન જોડ્યા. પાકિસ્તાને રેકોર્ડ લક્ષ્યાંકનો પીછો કર્યો અને મેચ છ વિકેટે જીતી લીધી.
ઑસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ડેવિડ વૉર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનીસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.
શ્રીલંકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (કેપ્ટન), સદિરા સમરવિક્રમા, ચેરિથ અસલાંકા, ધનંજય ડી સિલ્વા, દુશાન હેમંથા/ચમિકા કરુણારત્ને, ડુનિથ વેલાલેજ, મહિષ થિક્ષાના, કાસુન રાજીથા/લહિરુ કુમારા, દિલશાન મદુશંકા.
શ્રીલંકાની પૂર્ણ ટીમ
પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (કેપ્ટન), સદિરા સમરવિક્રમા(વિકેટકીપર), ચેરિથ અસલાંકા, ધનંજય ડી સિલ્વા, દુશાન હેમંથા, ચમિકા કરુણારત્ને, ડુનિથ વેલાલેજ, મહિષ થિક્ષાના, કાસુન રાજીથા, લાહિરુ કુમારા, દિલશાન મદુશંકા, મથીશા પથિરાના, દિમુથ કરુણારત્ને.
ઑસ્ટ્રેલિયાની સંપૂર્ણ ટીમ
મિચેલ માર્શ, ડેવિડ વૉર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (wk), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (સી), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ, સીન એબોટ, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
