World Cup Today's Match: વર્લ્ડ કપ 2023માં આજે કોની મેચ છે - સાઉથ આફ્રિકા વિ ન્યૂઝીલેન્ડ
World Cup 2023 Today's Match: આજે વર્લ્ડ કપમાં એક મોટી મેચ દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છે. બંને ટીમો જબરદસ્ત ફોર્મમાં છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ 3માં છે. આ સ્થિતિમાં આજની મેચ ખૂબ જ રસપ્રદ બની રહી છે.
બંને ટીમો આજની મેચ જીતીને વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પોતાનો દાવો મજબૂત કરવા ઈચ્છશે. ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ટીમના ત્રણ મોટા ખેલાડીઓ કેન વિલિયમસન, માર્ક ચેપમેન અને લોકી ફર્ગ્યુસન ઈજાગ્રસ્ત છે. જોવાનું એ રહે છે કે આ ખેલાડીઓની ગેરહાજરીમાં ન્યૂઝીલેન્ડની ટીમ જીત મેળવી શકે છે નહિ.

જો કે બંને ટીમો લગભગ સેમીફાઈનલમાં પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે તેઓ ભારત કે ઑસ્ટ્રેલિયા સામે ટકરાશે કે કેમ, તેનો જવાબ આજે મળી શકે છે. આજની મેચ બાદ ન્યૂઝીલેન્ડનો મુકાબલો પાકિસ્તાન અને શ્રીલંકા સામે થશે. દક્ષિણ આફ્રિકાની આગામી મેચ ભારત સામે છે, જે આ વર્લ્ડ કપમાં હજુ પણ અપરાજિત છે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા આજની મેચમાં જીત નોંધાવીને પોતાનો રસ્તો સરળ બનાવવા માંગશે.
ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પુણેના એમસીએ ગ્રાઉન્ડ પર મેચ રમાશે. છેલ્લી બે મેચમાં 260થી વધુ રન બનાવી શકાયા નથી. અહીં સારી પિચ હોવા છતાં મોટો સ્કોર બનાવી શકાયો નહોતો. જો આજના હવામાનની વાત કરીએ તો ખેલાડીઓને ગરમી અને ભેજ બંનેનો સામનો કરવો પડી શકે છે. જોકે તે અન્ય મેદાનોની સરખામણીમાં ઓછું છે.
ન્યૂઝીલેન્ડ સંભવિત 11
ડેવોન કૉનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિચેલ, ટૉમ લેથમ, ગ્લેન ફિલિપ, જીમી નીશમ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન
સાઉથ આફ્રિકા સંભવિત 11
ટેમ્બા બાવુમા, ક્વિન્ટન ડી કૉક, રેસી વેન ડેર ડ્યુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, મેક્રો જેન્સન, કેગીસો રબાડા, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોઇટ્ઝ, લુંગી એંગીડી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
