World Cup 2023, PAK vs AFG: અફઘાનિસ્તાનને મળ્યો 283 રનનો ટાર્ગેટ, બાબર-અબ્દુલ્લાએ ફટકારી

World Cup 2023, PAK vs AFG: પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ મળ્યો છે.

પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે સૌથી વધુ 74 રન બનાવ્યા છે. જ્યારે અફઘાનિસ્તાન તરફથી નૂર અહેમદે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

PAK vs AFG

પાકિસ્તાને વર્તમાન ટુર્નામેન્ટમાં ચાર મેચ રમી છે, જેમાં બેમાં જીત મેળવી હતી. આવા સમયે અફઘાનિસ્તાનની ટીમ 4 મેચમાં એક જીત નોંધાવી શકી છે, અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. હશમતુલ્લાહ શાહિદીની આગેવાની હેઠળના અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો અને આજે ફરી આ સિદ્ધિનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે.

પાકિસ્તાનની તરફેણમાં છે આંકડા - પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 ODI મેચ રમાઈ છે. પાકિસ્તાને દરેક વખતે અફઘાનિસ્તાનને હરાવ્યું છે. અફઘાનિસ્તાનની ટીમ આજે પોતાના સ્પિનરોના આધારે મોટો અપસેટ સર્જવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી હતી. રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાન બંને સારા ફોર્મમાં છે, જેઓ પાકિસ્તાની બેટ્સમેનોની કસોટી કરતા જોવા મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X