World Cup 2023: ભારત vs અફઘાનિસ્તાનની મેચ વખતે કેવુ રહેશે આજનુ દિલ્લીનુ હવામાન

World Cup 2023: આજે વર્લ્ડ કપમાં ભારતનો બીજો મુકાબલો અફઘાનિસ્તાન સાથે થશે. ભારતે જે રીતે પ્રથમ મેચમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને તેના વિશ્વ કપ અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી તે પછી ટીમ ઈન્ડિયાનું મનોબળ ઉંચુ છે.

અફઘાનિસ્તાન સાથે ભારતની મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આજની મેચ પહેલા હવામાનની વાત કરીએ તો વરસાદની શક્યતા ઘણી ઓછી છે. Weather.com મુજબ, સવારે 10.30થી 11.30 વચ્ચે હળવો વરસાદ પડી શકે છે. દિવસ દરમિયાન હળવા વાદળો છવાઈ શકે છે અને છાંટા પણ પડી શકે છે.

Team India

ક્રિકેટ ચાહકોને આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સંપૂર્ણ મેચ જોવા મળશે. આજના સરેરાશ તાપમાનની વાત કરીએ તો તે 28થી 34 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. જોકે સાંજે થોડો ઝાકળ પડવાની સંભાવના છે.

આજની મેચની પીચની વાત કરીએ તો તે કાળી માટીથી બનેલી છે અને ખૂબ જ સારી રીતે તૈયાર કરવામાં આવી છે. તેથી પિચ પર બાઉન્સ જોવા મળી શકે છે, આવી સ્થિતિમાં બોલ બેટ પર સારી રીતે આવશે અને મોટો સ્કોર બનાવી શકાય છે. અહીં છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાએ 7 ઓક્ટોબરે શ્રીલંકા સામે 428 રન બનાવ્યા હતા.

વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. ભારતે ઑસ્ટ્રેલિયાનો દાવ માત્ર 199 રનમાં સમેટી લીધો હતો. જોકે, 200 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી અને 2 રનના સ્કોર પર ત્રણ વિકેટ પડી ગઈ હતી. પરંતુ વિરાટ કોહલી અને કેએલ રાહુલે જબરદસ્ત ઇનિંગ્સ રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોહલીએ 85 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી અને કેએલએ 97 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે માત્ર 3 વનડે રમાઈ છે. જેમાંથી ભારતે 2 જીતી છે. અફઘાનિસ્તાન ટીમની વાત કરીએ તો તેમની તાકાત બોલિંગ છે. ટીમમાં રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, મોહમ્મદ નબી જેવા ખેલાડીઓ છે. બેટિંગ કરતી વખતે ગુરબાઝ જેવા બેટ્સમેનમાં આશ્ચર્યચકિત કરવાની ક્ષમતા હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X