World Cup 2023, Ind vs Pak: આજે ભારત વિ પાકિસ્તાન મેચ, જાણો વર્લ્ડ કપમાં આ રાઈવલરી સાથે જોડાયેલી રસપ્રદ વાતો
India Vs Pakistan World Cup Match Interesting Facts: આ ODI વર્લ્ડ કપની સૌથી મોટી મેચ એટલે કે ભારત-પાકિસ્તાન વચ્ચે આજે 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે. વિશ્વભરના લગભગ 100 કરોડ લોકો ટીવી, ફોન, લેપટોપ જેવા ગેઝેટ્સ પર ક્રિકેટના આ મહાયુદ્ધનો આનંદ માણશે.
ODI વર્લ્ડ કપમાં બંને ટીમોની આ આઠમી મુલાકાત હશે. ભારતે અત્યાર સુધી રમાયેલી તમામ 7 મેચ જીતી છે. આવો જાણીએ ભારત-પાક વર્લ્ડ કપ મેચ સંબંધિત 5 રસપ્રદ તથ્યો.

વર્લ્ડ કપમાં દરેક વખતે ભારત સામે પાકિસ્તાન હાર્યું
ભારતે દરેક વર્લ્ડ કપમાં પાકિસ્તાનને માત્ર હરાવ્યું નથી પરંતુ દુનિયાના ચાર અલગ-અલગ દેશો અને ખંડોમાં પણ પાકિસ્તાનને હરાવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની પ્રથમ મેચ 1992માં રમાઈ હતી. આ પછી, આ બંને ટીમો 1996, 1999, 2003, 2011, 2015 અને 2019માં એકબીજા સામે રમી હતી. ઑસ્ટ્રેલિયામાં 1992 અને 2015માં ટકરાઈ હતી. 1996 અને 2011ની મેચ ભારતમાં યોજાઈ હતી. 1999 અને 2019ની મેચ ઈંગ્લેન્ડમાં રમાઈ હતી. 2003ની ભારત-પાકિસ્તાન મેચ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. એટલે કે ભારતે એશિયા, યુરોપ, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં પાકિસ્તાનને હરાવ્યું.
300+નો સ્કોર માત્ર બે વાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મુકાબલો 1992માં વર્લ્ડ કપમાં થયો હતો. તે વર્ષથી, ODI ફોર્મેટમાં 3,969 મેચોમાંથી, 846 વખત ટીમોએ એક દાવમાં 300 કે તેથી વધુ રન બનાવ્યા છે. વર્લ્ડ કપમાં પણ 1992થી અત્યાર સુધીમાં 113 વખત 300+નો સ્કોર બન્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી 7 વર્લ્ડ કપ મેચોની 14 ઇનિંગ્સમાં 300 કે તેથી વધુનો સ્કોર માત્ર 2 વખત જ બન્યો છે.
સચિને પાકિસ્તાન સામે આપ્યુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
ભારત-પાકિસ્તાન વર્લ્ડકપ મેચમાં આમ તો ઘણા શાનદાર પ્રદર્શન જોવા મળ્યા છે, પરંતુ સચિન તેંડુલકર બંને ટીમના અન્ય ખેલાડીઓ કરતા ઘણા આગળ છે. સચિન પાંચ વખત ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમ્યો હતો અને ત્રણ વખત પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ભારતીય ખેલાડીઓ અત્યાર સુધીના તમામ 7 મુકાબલામાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યા છે.
ભારતે 7માંથી 6 વખત ટોસ જીત્યો
તમને જાણીને નવાઈ લાગશે કે 1992થી 2019 સુધી રમાયેલી 7માંથી 6 મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી છે. આ સિવાય ભારતે 7માંથી 6 વખત ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.
વેંકટેશ પ્રસાદે લીધી છે સૌથી વધુ વિકેટ
વેંકટેશ પ્રસાદે વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચમાં સૌથી વધુ વિકેટ લીધી છે. પ્રસાદના નામે 2 મેચમાં 8 વિકેટ છે. પાકિસ્તાનના વહાબ રિયાઝ અને ભારતના જવાગલ શ્રીનાથ બીજા સ્થાને છે. બંનેના નામે 7-7 વિકેટ છે. સક્રિય ખેલાડીઓમાં કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યા ટોચ પર છે, બંનેએ એકમાત્ર મેચમાં 2-2 વિકેટ લીધી છે.
વિરાટ તોડી શકે છે સચિનનો આ રેકોર્ડ
વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચમાં સૌથી વધુ સ્કોર કરનાર સચિન તેંડુલકર છે. તેણે 5 મેચમાં 313 રન બનાવ્યા છે. આ યાદીમાં બીજું નામ વિરાટ કોહલીનું છે. વિરાટે પાકિસ્તાન સામે 3 મેચમાં 193 રન બનાવ્યા છે. જો વિરાટ આગામી મેચમાં 121 રન બનાવશે તો તે સચિનનો રેકોર્ડ તોડી નાખશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાનનો ટોપ સ્કોરર સઈદ અનવર છે. અનવરે 3 મેચમાં 185 રન બનાવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
