World Cup 2023 Final, Ind vs Aus: 43 વર્ષ, 150 મેચ, જાણો ફાઈનલમાં કોનું પલડુ ભારે?
World Cup 2023 Final, Ind vs Aus: વિશ્વ કપની આજે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરશે. 19 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ બંને ટીમો મોટો સ્કોર ઉભો કરે તેની શક્યતા છે.
આ બંને ટીમો પાસે 4 વર્ષ બાદ યોજાનાર ODI વર્લ્ડ કપ જીતવાની સમાન તકો છે. અંતિમ દિવસે વધુ સારું પ્રદર્શન કરનારી ટીમ વિજેતા તરીકે ઉભરી આવશે.

43 વર્ષમાં 150 ODI મેચ - ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ODI ક્રિકેટના ઈતિહાસની વાત કરીએ, તો આ બંને દેશો વચ્ચે 43 વર્ષમાં 150 ODI મેચ રમાઈ છે. આ મેચોમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી રમાયેલી 83 ODI મેચ જીતી છે. જ્યારે ભારત માત્ર 57 મેચ જીત્યું છે. આ બંને દેશો વચ્ચે રમાયેલી 10 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.
વર્લ્ડ કપમાં પ્રદર્શન - ODI વર્લ્ડ કપની વાત કરીએ, તો ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી બંને દેશો કુલ 13 વખત સામસામે આવી ચૂક્યા છે. આમાં પણ ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપમાં ભારત સામે આઠ મેચ જીતી છે. જ્યારે ભારતીય ટીમ પાંચ મેચ જીતી છે. ODI વર્લ્ડ કપ 2023માં ભારતે તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે જીતી હતી.












Click it and Unblock the Notifications
