World Cup 2023, Ban vs Eng: બાંગ્લાદેશને મળી નાની ભૂલની મોટી સજા, ICCએ લીધો આવો નિર્ણય

World Cup 2023, Ban vs Eng: બાંગ્લાદેશની ટીમ પર ઇંગ્લેન્ડ સામે વિશ્વ કપ 2023ની સાતની મેચમાં ધીમી ઓવરના કારણે મેચ ફીનો 5 ટકા દંડ ફટકાર્યો છે. બાંગ્લાદેશની ટીમે નિર્ધારિત સમયમાં એક ઓવર એછી કરી હતી, જે કારણે તેની સમગ્ર ટીમને દંડ ફટકારવામાં આવ્યો છે.

અમીરાત મેચ રેફરીની ICC એલિટ પેનલના જવાગલ શ્રીનાથે શાકિબ અલ હસનની આગેવાની હેઠળની બાંગ્લાદેશ ટીમને દંડ ફટકાર્યો હતો. ખેલાડીઓ અને ખેલાડી સહાયક વ્યક્તિઓ માટે ICC આચાર સંહિતાની કલમ 2.2 મુજબ, ખેલાડીઓને ઓછા સમય માટે ફેંકવામાં આવેલી દરેક ઓવર માટે 5 ટકા દંડ કરવામાં આવે છે.

Ban vs Eng

શાકિબે સ્વીકારી લીધી પોતાની ભૂલ - બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને સમયસર આખી ઓવર પૂરી ન કરવાની પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને તેથી તેણે ઔપચારિક સુનાવણી મુલતવી રાખી છે. આ દંડ ઓન-ફિલ્ડ અમ્પાયર અહેસાન રઝા અને પોલ વિલ્સન, થર્ડ અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોક અને ચોથા અમ્પાયર કુમાર ધર્મસેનાએ લગાવ્યો હતો.

બાંગ્લાદેશની કારમી હાર - મેચની વાત કરીએ તો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે બાંગ્લાદેશની ટીમ વામન સાબિત થઈ હતી. ધર્મશાલામાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી અને ડેવિડ માલનની સદીની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 364 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 48.2 ઓવરમાં 227 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે બાંગ્લાદેશને 137 રનની શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

જીતના ટ્રેક પર પાછા ફરવું પડશે - બાંગ્લાદેશને તેની આગામી મેચ ન્યૂઝીલેન્ડ સામે 13 ઓક્ટોબરના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમવાની છે. શાકિબ અલ હસનની આગેવાની હેઠળની બાંગ્લાદેશ જીતના પાટા પર પાછા ફરવાનો પ્રયાસ કરશે. બાંગ્લાદેશે વર્તમાન ટુર્નામેન્ટમાં બે મેચમાંથી એક જીત નોંધાવી છે અને તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X