World Cup 2023: મોબાઈલ જ નહિ, ટીવી પર પણ ફ્રી જોઈ શકશો વર્લ્ડ કપ મેચ, જાણો શું છે રીત
World Cup 2023 Live Streaming: ભારતમાં 5 ઓક્ટોબર એટલે કે આજથી ODI વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. ભારત અને અન્ય દેશોના તમામ ખેલાડીઓ આ વર્લ્ડ કપને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. વર્લ્ડ કપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. 2019 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમો સામસામે આવી હતી.
બીજી મેચ શુક્રવારે પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે ટકરાશે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમ 8 ઓક્ટોબરે ચેન્નાઈના મેદાન પર ઑસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ મેચ રમવા જઈ રહી છે. વર્લ્ડ કપ પહેલા ભારતની બંને વૉર્મ-અપ મેચો વરસાદના કારણે રમાઈ શકી ન હતી. ભારતીય ખેલાડીઓએ વર્લ્ડ કપ પહેલા કોઈ પ્રેક્ટિસ મેચ રમી નથી.

મોબાઈલ પર આ રીતે ફ્રીમાં જુઓ
મોબાઈલ દ્વારા હૉટસ્ટાર પર વર્લ્ડ કપ ફ્રીમાં જોઈ શકાય છે. હૉટસ્ટારે એશિયા કપ દરમિયાન મોબાઈલ યુઝર્સ માટે ક્રિકેટ મેચ પણ ફ્રી કરી હતી. આ વખતે પણ ODI વર્લ્ડ કપ દરમિયાન હૉટસ્ટાર મોબાઈલ યુઝર્સને ફ્રીમાં મેચ જોવાની સુવિધા આપી રહ્યું છે. તે જ સમયે ટીવી પર લાઈવ મેચ જોઈ રહેલા દર્શકો માટે પણ સારા સમાચાર આવી રહ્યા છે.
ટીવી પર આ રીતે ફ્રીમાં લાઈવ જુઓ
ટીવી પર મેચ લાઈવ જોઈ રહેલા ચાહકો ડીડી ડિશની ડીડી સ્પોર્ટ્સ ચેનલનો ઉપયોગ કરીને મેચનો આનંદ માણી શકે છે. DD ભારતની તમામ વર્લ્ડ કપ મેચો મફતમાં બતાવશે. આ ઉપરાંત ડીડી પર સેમી ફાઈનલ અને ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ પણ ફ્રીમાં જોઈ શકાશે. ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2011માં ઘરઆંગણે ODI વર્લ્ડ કપ રમ્યો હતો, જે દરમિયાન ભારતે ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવીને ટ્રોફી જીતી હતી. ભારતીય ચાહકો છેલ્લા 10 વર્ષથી ICC ટ્રોફીની રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
