World Cup 2023: ઈંગ્લેન્ડની હાર માટે તેમનો પૂર્વ દિગ્ગજ ખેલાડી જ જવાબદાર, અફઘાનિસ્તાનને આ રીતે જીતાડ્યુ

England vs Afghanistan: કોઈએ વિચાર્યું પણ નહિ હોય. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડની ટીમને 69 રનના માર્જીનથી હરાવીને આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીનો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો.

ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીત્યા બાદ જ ભૂલ કરી હતી. કેપ્ટન જોસ બટલરે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને અફઘાનિસ્તાનની ટીમે તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો. અફઘાનિસ્તાનના ઓપનર બેટ્સમેન ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને સાથે મળીને સદીની ભાગીદારી કરી હતી.

england vs afghanistan

ઝદરને 28 રન બનાવ્યા, ગુરબાઝે તોફાની બેટિંગ કરી અને 57 બોલમાં 80 રન બનાવ્યા. તે રન આઉટ થયો હતો. અફઘાનિસ્તાનની ટીમે 284 રનનો કુલ સ્કોર કર્યો હતો. ઇંગ્લેન્ડ માટે આ સ્કોર ચેઝ કરવાનુ કામ સરળ નહોતુ.

ઈંગ્લેન્ડની હાર માટે ઘણા કારણો હતા પરંતુ સૌથી મોટુ કારણ છે તેમની જ ટીમના પૂર્વ સ્ટાર પ્લેયર જોનાથન ટ્રૉટ. તમને જણાવી દઈએ કે જોનાથન ટ્રૉટ હાલમાં અફઘાનિસ્તાનની ટીમના હેડ કોચ છે. 42 વર્ષના આ દિગ્ગજે ઈંગ્લેન્ડ માટે 8 વર્ષ ક્રિકેટ રમ્યુ છે. 2011ની વર્લ્ડ કપમાં ટ્રૉટે ઈંગ્લેન્ડ માટે આખી સિઝનમાં સૌથી વધુ 422 રન બનાવ્યા હતા.

જોનાથન ટ્રૉટે પોતાના અનુભવનો લાભ અફઘાનિસ્તાનને આપ્યો. તે પોતાની ઈંગ્લેન્ડની ટીમના પ્લાનિંગ, ખેલાડીઓ અને સ્ટાફથી વાકેફ છે. આનો ફાયદો અફઘાનિસ્તાનની ટીમને મળ્યો. ટ્રૉટે ઈંગ્લેન્ડના સ્પિનર્સને ટાર્ગેટ કર્યા અને અફઘાનિસ્તાનના બેટ્સમોનેને તૈયાર કર્યા. રહમાનુલ્લાહ અને ઈકરમ અલી ખિલે 80 અને 58 રન બનાવ્યા. જેના દમ પર અફઘાન ટીમનો સ્કોર 284 થઈ ગયો. ત્યારબાદ ઈંગ્લેન્ડને ફિરકીની જાળમાં ફસાવીને 40.3 ઓવરોમાં જ 215 રન પર સમેટી દીધી.

નોંધનીય છે કે ટ્રૉટે એક દિવસ પહેલા જ પ્રેસ કૉન્ફરન્સમાં ઈંગ્લેન્ડની ટીમને ચેતવણી આપીને કહ્યુ હતુ કે, 'આ અફઘાન ટીમમાં દુનિયાની કોઈ પણ ટીમને હરાવવાની તાકાત છે. અમે દરેક મેચમાં જીતના ઈરાદાથી જ ઉતરીએ છીએ અને અમને લાગે છે કે અમે જીતી શકીએ છીએ. એવુ નથી કે અમે બધી મેચ જીતીએ છીએ, બાંગ્લાદેશ સામે મળેલી હારથી અમે નિરાશ છીએ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X