Women's Big Bash League 2021 : સ્મૃતિ મંધાનાએ રચ્યો ઇતિહાસ
ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ મહિલા બિગ બેશ લીગ 2021 (WBBL 2021) માં ઇતિહાસ રચ્યો છે. સ્મૃતિ મંધાનાએ 17 નવેમ્બરના રોજ મેલબોર્ન રેનેગેડ્સ વિમેન સામે 64 બોલમાં 3 છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 114 રનની ઇનિંગ રમી હતી.
Women's Big Bash League 2021 : ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ મહિલા બિગ બેશ લીગ 2021 (WBBL 2021) માં ઇતિહાસ રચ્યો છે. સ્મૃતિ મંધાનાએ 17 નવેમ્બરના રોજ મેલબોર્ન રેનેગેડ્સ વિમેન સામે 64 બોલમાં 3 છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 114 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે સ્મૃતિ મંધાના બિગ બેશ લીગમાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે.

આ ઈનિંગ સાથે સ્મૃતિ મંધાનાએ WBBL ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એશલે ગાર્ડનરના સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરની બરાબરી પણ કરી લીધી છે. જો કે, સ્મૃતિ મંધાનાની આ ઇનિંગ ટીમ માટે કામ આવી ન હતી અને સિડની થંડર 4 રનથી મેચ હારી જતાં અંતિમ રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમને છેલ્લા બોલ પર સિક્સની જરૂર હતી, પરંતુ સ્મૃતિ મંધાના ટીમને જીતાડી શકી ન હતી.
HUNDRED! Superb knock from Smriti Mandhana to bring up her maiden WBBL hundred off 57 balls in Mackay 💯⭐
— Weber Women's Big Bash League (@WBBL) November 17, 2021
LIVE: https://t.co/e5UVmR8Ekj #WBBL07 pic.twitter.com/oZFmmihnEY
મેચમાં ટોસ હાર્યા બાદ મેલબોર્નની ટીમે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. ટીમે 9 ના સ્કોર સુધી તેની બે વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ હરમનપ્રીત કૌર સાથે એવલિન જોન્સે ત્રીજી વિકેટ માટે 91 રનની ભાગીદારી નોંધાવી હતી.

જોન્સ 33 બોલમાં 42 રન બનાવીને આઉટ થઇ હતી, ત્યારબાદ હરમનપ્રીતે જેસ ડફિન સાથે ચોથી વિકેટ માટે 75 રનની ભાગીદારી નોંધાવી હતી. ડફિન 33 રને રન આઉટ થઇ હતી, જ્યારે હરમનપ્રીત કૌરે 55 બોલમાં 13 બાઉન્ડ્રીની મદદથી અણનમ 81 રન બનાવ્યા હતા. વિરોધી ટીમ વતી સામંથા બેટ્સે 2 જ્યારે વોંગે 1 વિકેટ ઝડપી હતી.
ટાર્ગેટનો પીછો કરતા સિડની થંડરે 31 ના સ્કોર પર સેમી જોન્સન (12) ની વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ ફોબી લિચફિલ્ડ માત્ર 1 રન ઉમેરીને પેવેલિયન પરત ફરી હતી.
A beautiful innings!
— Weber Women's Big Bash League (@WBBL) November 17, 2021
Congratulations, @mandhana_smriti 🤩 #WBBL07 pic.twitter.com/Jwo4E1fN3X
અહીંથી ઓપનર સ્મૃતિ મંધાનાએ લીડ સંભાળી હતી. તેણીએ તાહિલા વિલ્સન સાથે ત્રીજી વિકેટ માટે 125 રનની અતૂટ ભાગીદારી કરી હતી, પરંતુ તે હરમનપ્રીત કૌરના છેલ્લા બોલ પર છગ્ગો ફટકારવામાં નિષ્ફળ રહી હતી. મેલબોર્ન તરફથી હરમનપ્રીત કૌર અને રિયાન ઓ ડોનેલે 1-1 વિકેટ લીધી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
