T20 વર્લ્ડ કપને લઈને ભારતીય ટીમની જાહેરાત ક્યારે? જાણો ICC એ કેમ આપ્યુ અલ્ટીમેટમ?
આઈપીએલ બાદ T20 વર્લ્ડકપ યોજાવા જઈ રહ્યો છે. આ વર્લ્ડ કપને લઈને હજુ ભારતીય ટીમ જાહેરાત કરાઈ નથી. આ સ્થિતીમાં આઈસીસીએ અલ્ટીમેટમ આપ્યુ છે.
ICC દ્વારા ટીમોની જાહેરાત કરવાની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે. તમામ ટીમોની જાહેરાત કરવાનો છેલ્લો દિવસ 1 મે બુધવાર રાખવામાં આવ્યો છે. ટીમમાં કુલ 15 ખેલાડીઓનો જ સમાવેશ થઈ શકશે.

આ ઉપરાંત ટીમોમાં ફેરફાર કરવા માટે એક વિન્ડો પણ આપવામાં આવી છે. 25 મે સુધી ટીમોમાં ફેરફાર કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ ફેરફારને ICC ટેકનિકલ કમિટીની મંજૂરી લેવી પડશે. રસપ્રદ વાત એ છે કે IPLની ફાઈનલ મેચ 26મી મેના રોજ રમાશે.
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે છે. ટીમ ઈન્ડિયા 5 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મેચ રમાશે. આ મેચ 9 જૂને રમાવાની છે. મહત્વની વાત એ છે કે ભારતીય ટીમ તેની તમામ ગ્રુપ મેચ યુએસએમાં રમશે.
BCCI પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યું છે કે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે. હવે બાકીના ખેલાડીઓ કોણ હશે તેના પર નજર રહેશે. ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ સ્થિતિમાં તેને ભલે ટીમમાં સ્થાન ન મળે પરંતુ આઈપીએલમાં તેનું પ્રદર્શન સારું રહેશે તો તેના પર વિચાર કરી શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
