શું છે ICC વુમન્સ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ? ભારત અને બાંગ્લાદેશની ત્રીજી મેચ થઇ ટાઇ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વનડે સીરીઝમાં 1-1ના પરિણામ સાથે બાંગ્લાદેશ પ્રવાસનો અંત કર્યો છે. ભારતે ત્રીજી વનડેમાં બાંગ્લાદેશ સામેની મેચ ટાઈ કરી છે. આ સાથે હરમનપ્રીત કૌર એન્ડ કંપનીએ ટી-20માં યજમાન ટીમને 2-1થી હરાવીને વનડે સીરીઝમાં 1-1થી બરાબર કરી છે.
ટોસ જીતીને બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 225 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમ 49.3 ઓવરમાં આટલા જ રન બનાવી શકી હતી.
આ ટાઈ સાથે, ICC ચેમ્પિયનશિપ 2022-25ના પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયાનું નંબર વન સ્થાન અકબંધ છે. મહિલા ક્રિકેટ ટીમ તેની ત્રીજી ICC ચેમ્પિયનશિપ ચક્ર ચાલુ રાખે છે. તે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને પુરૂષ ક્રિકેટમાં ICC લીગ જેવી જ તર્જ પર એક ટુર્નામેન્ટ છે.

ICC વિમેન્સ ચેમ્પિયનશિપના અંતે ટોપ 5માં સ્થાન મેળવનારી ટીમોને ઓટોમેટિક ક્વોલિફિકેશન મળે છે. એક ટીમ યજમાન બનીને સીધી લાયકાત મેળવે છે. બાકીની ટીમોએ ક્વોલિફાયર ટુર્નામેન્ટ રમવાની છે. વર્લ્ડ કપ 2025 ભારતમાં રમાશે.
ICC મહિલા ચેમ્પિયનશિપ 25 મેથી શરૂ થઈ હતી, જેમાં 10 ટીમ સામેલ છે. જેમાં બે નવી ટીમો બાંગ્લાદેશ અને આયર્લેન્ડની હતી. બાકીની આઠ ટીમોમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે.
આ તમામ ટીમો 2025માં યોજાનાર ICC મહિલા વર્લ્ડ કપ માટે આપોઆપ ક્વોલિફાય થવાનો પ્રયાસ કરી રહી છે. દરેક ટીમ આ ચક્રમાં કુલ આઠ સિરીઝ રમશે, જેમાં ચાર હોમ અને ચાર અવે સિરીઝનો સમાવેશ થાય છે. દરેક સીરીઝ 3 વનડેની હશે.
અહીં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 9 મેચમાં 7 જીત, 1 હાર અને એક ટાઈ સાથે 15 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. શ્રીલંકાની ક્રિકેટ ટીમ 12 મેચમાં ચાર જીત, એક હાર અને બે પરિણામ વગરના 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડના પણ 10-10 પોઈન્ટ છે અને આ ટીમો અનુક્રમે ત્રીજા, ચોથા અને 5મા સ્થાને છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
