સેમીફાઇનલમાં દ. આફ્રીકા vs ન્યૂઝીલેન્ડ, શું કહે છે જ્યોતિષ?
[પં. અનુજ શુક્લ] આઇસીસી ક્રિકેટ વિશ્વકપનો પહેલો સેમીફાઇનલ મુકાબલો દક્ષિણ આફ્રીકા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે થશે. બંને ટીમો તૈયારીઓમાં લાગી ગઇ છે. સટ્ટા બજાર પણ ગરમ થઇ ગયું છે. પરંતુ અમે આપને જણાવવા જઇ રહ્યા છીએ કે આ બંને ટીમોના ગ્રહો-નક્ષત્રો શું કહી રહ્યા છે.
- આ મેચ ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડ શહેરમાં 24 માર્ચના રોજ મંગળવારે લોકલ ટાઇમ અનુસાર 2 વાગ્યે શરૂ થશે.
- મેચ શરૂ થવા પર ક્ષિતિજ પર મિથુન લગ્ન ઉદયમાન થઇ રહી હશે.
- દક્ષિણ આફ્રીકન ટીમના કપ્તાન અબ્રાહિમ બેંઝામિનની નામ રાશિ મેષ છે.
- ન્યૂઝીલેન્ડના કપ્તાન બ્રેંડન બૈરી મેક્કુલમની નામ રાશિ વૃષ છે.
રમતના સમયે મેષ રાશિ 11માં ભાવમાં રહેશે. જેનો સ્વામી મંગળ ખૂબ જ બળવાન સ્થિતિમાં છે. મંગલ, શુક્ર અને ચંન્દ્રની સપ્તમ દ્રષ્ટી રમતના ભાવ પંચમમાં પડી રહી છે. માટે દક્ષિણ આફ્રીકાની ટીમ ખૂબ જ આક્રમક રીતે રમીને સારુ પ્રદર્શન કરવાની કોશીશ કરશે.

દક્ષિણ આફ્રીકાની નામ રાશિ કુંભ છે, જે તાત્કાલિક કુંડળીમાં અષ્ઠમ ભાવમાં પડી રહી છે. કુંભનો સ્વામી શનિ વક્રી થઇને છઠ્ઠા સ્થાનમાં છે. કપ્તાનની નામ રાશિ મેષ છે અને સાઉથ આફ્રિકાની નામ રાશિ કુંભ છે. તેના સ્વામી મંગળ અને શનિ એકબીજાના વિરોધી છે, જેના કારણે કપ્તાન સંપૂર્ણ મહેનતની સાથે પોતાની ટીમને રમવામાં ભરપૂર મદદ કરશે પરંતુ દક્ષિણ આફ્રીકાનું ભાગ્ય સાથ નહી આપવાથી હારનો સામનો કરવો પડી શકે છે.
એટલે કે દક્ષિણ આફ્રીકાની ટીમના બેટ્સમેનના રન આઉટ, એલબી ડબ્લ્યૂ અને કેચ આઉટ થવાની સંભાવના વધારે છે. ફીલ્ડર જ્યારે સ્ટમ્પ પર હિટ કરશે ત્યારે બોલ લક્ષ્ય પર પહોંચશે તેમાં શંકા છે.
લકી રહેશે ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડના કપ્તાન બ્રેંડન બેરી મેક્કુલમની નામ રાશિ વૃષભ છે. જે તાત્કાલિક કુંડળી અનુસાર 12માં ભાવમાં છે. વૃષભનો માલિક શુક્ર છે, શુક્રની બીજી સકારાત્મક રાશિ તુલા પંચમ સ્થાનમાં છે અને સાથે જ શુક્ર , મંગળ અને ચંદ્રની સપ્તમ દ્રષ્ટી પડી રહી છે.
ન્યૂઝીલેન્ડની નામ રાશિ વૃશ્ચિક છે, જેનો સ્વામી મંગળ પોતાની ત્રિકોણ રાશિમાં બેસીને પાંચમાં ભાવને જોઇ રહ્યો છે. આ બંને સ્થિતિઓ શુભ સંકેત આપી રહી છે. એટલે બેટ્સમેન જ્યારે શોટ મારશે ત્યારે ફીલ્ડરો દ્વારા કેચ છૂટવાની સંભાવના વધારે છે. એટલું જ નહીં રન લેતા સમયે સ્ટમ્પ પર હિટ થઇ શકે છે.
શું રહેશે પરિણામ
જ્યોતિષીય ગણના અનુસાર 6 વાર સેમીફાઇનલ સુધીની યાત્રા કરનારી ટીમ ન્યૂઝીલેન્ડની ફાઇનલમાં પહોંચવાની પ્રબળ સંભાવના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
