23 જાન્યુઆરીએ બેન્ડ, બાજા, બારાત માટે વિરાટ-અનુષ્કા તૈયાર!

ટર્બિનેટર હરભજન સિંહના લગ્ન થતા જ ટીમ ઇન્ડિયામાં લગ્નની મોસમની શરૂઆત થઇ ગઇ છે. જ્યાં રોહિત શર્મા પોતાની મંગેતર રિતીકા સાથે ડિસેમ્બર મહિનામાં લગ્ન કરવાના છે. ત્યાં જ યુવરાજ સિંહ પણ દિવાળીની આસપાસ લગ્ન કરવાના છે, તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ આ બધા સમાચારોની વચ્ચે હવે એક આશ્ચર્યજનક સમાચાર આવી રહ્યાં છે. જી હા, ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન અને સારા બેટ્સમેન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા 23 જાન્યુઆરીએ લગ્ન કરવાના છે.

તેમના લગ્નનું કાર્ડ સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ ગયુ છે. અરરરર....આશ્ચર્યમાં ના પડી જતા કારણ કે આ સમાચારની સત્યતાને લઇને સંદેહ છે. અને માનવામાં આવી રહ્યું છેકે આ ફેક ન્યૂઝ છે. તમને જણાવી દઇએ કે કીબી બ્વૉયયેહ યેહ નામના ફેસબુક અકાઉન્ટ પર વિરાટ અને અનુષ્કાના લગ્નનું કાર્ડ શેર કરવામાં આવ્યું છે. જો કે થોડી જ ક્ષણોમાં તેને હટાવી દેવામાં આવ્યુ હતુ. જો કે જે ફેસબુક પ્રોફાઇલ પરથી આ કાર્ડને અપલોડ કરવામાં આવ્યુ હતુ તેના પ્રોફાઇલ પીકમાં તે શખ્સ વિરાટ કોહલીની સાથે જોવા મળી રહ્યો છે.

virat kohli

ફેસબુક અકાઉન્ટ મુજબ આ શખ્સ આંધ્ર ક્રિકેટ અસોશિએશન મિડીયા માટે કામ કરે છે. આ કાર્ડમાં ઘણી ભૂલો નજરે પડી રહી છે. ત્યારબાદ તેને ફેક કહેવુ જ ઉચિત રહેશે. બંનેના લગ્નની તારીખ 23rdની જગ્યાએ 23th લખવામાં આવી છે. આ કાર્ડનું માનીએ તો વિરાટ અને અનુષ્કાના લગ્ન મુંબઇની ધ તાજ હોટલ્સમાં થશે. બંનેના લગ્નનું કાર્ડ બનાવવાની કોશિષ કરવામાં આવી છે. પરંતુ કાર્ડ ફેક જ દેખાઇ રહ્યું છે. જો કે કેટલાક દિવસો પહેલા જ અનુષ્કાએ લગ્નને લઇને કહ્યું હતુ કે જ્યારે પણ તેઓ લગ્ન કરશે તેની ઘોષણા તે જાતે જ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X