વિરાટ કોહલી બનવા જઈ રહ્યા છે પપ્પા, અનુષ્કાએ બેબી બંપના ફોટા સાથે આપી ખુશખબરી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પોતાના પહેલા સંતાનના માતાપિતા બનવા જઈ રહ્યા છે.
નવી દિલ્લીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પોતાના પહેલા સંતાનના માતાપિતા બનવા જઈ રહ્યા છે. આ અંગની પુષ્ટિ ખુદ કોહલીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર કરી છે. વિરાટે ટ્વિટર પર અનુષ્કા સાથે બેબી બંપનો ફોટો શેર કરીને આ અંગે માહિતી આપી. વિરાટે લખ્યુ છે કે એ લોકો હવે બેથી ત્રણ છે. તેમનુ બેબી જાન્યુઆરી 2021માં આવવા જઈ રહ્યુ છે.

અનુષ્કાએ પણ શેર કર્યો ફોટો
અનુષ્કા શર્માએ પણ બરાબર આવો જ ફોટો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરીને આ ખુશખબરી શેર કરી છે. આ વખતે લૉકડાઉન દરમિયાન વિરાટ અે અનુષ્કાએ મુંબઈમાં ઘરમાં સમય પસાર કર્યો હતો. ત્યારબાદથી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એક ફોટો વાયરસ થઈ રહ્યો હતો જેણે ફેન્સને કન્ફ્યુઝ કરી દીધા હતા કે શું વિરાટ કોહલીના ઘરે નાનુ મહેમાન આવવાનુ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ ફોટામાં વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે બેબી બંપવાળો પોઝ આપતા દેખાઈ રહ્યા છે. ફોટાની સચ્ચાઈ માલુમ કરતા જાણવા મળ્યુ કે આ ફોટો પૂરી રીતે એડિટેડ છે જેમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ચહેરાઓને ઉપરથી લગાવવામાં આવ્યા છે પરંતુ હવે આ દંપત્તિ અસલમાં પોતાના પહેલા સંતાનના આગમનનુ સ્વાગત કરી રહ્યા છે.

પ્રેગ્નેન્સી વિશે અનષ્કાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ ...
આ પહેલા જ્યારે બાળકના પ્લાનિંગ વિશે જ્યારે ફિલ્મફેર દરમિયાન અનુષ્કા શર્માનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો ત્યારે તેણે કહ્યુ હતુ કે હવે આ સમાચારો તેને હેરાન નથી કરતા કારણકે જ્યારે તમે પરિણીત હોય ત્યારે લોકો પૂછશે જ કે શું તે પ્રેગ્નન્ટ છે. તેણે કહ્યુ હતુ, 'લગ્ન પછી પ્રેગ્નન્સી વિશે પૂછાવા લાગે છે, ડેટિંગ સમયે લગ્ન વિશે પૂછવામાં આવે છે. જો કોઈ અભિનેત્રી ટ્રેન્ડના હિસાબે ઓવરસાઈઝ કપડા પહેરે તો લોકો કહેવા લાગે છે કે શું તે પ્રેગ્નન્ટ છે.'

2017માં કર્યા હતા બંનેએ લગ્ન
કોહલી-અનુષ્કાએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા પરંતુ બંને 2013થી એકબીજાને જાણતા હતા. કોહલીએ ભારતીય ફૂટબૉલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને અનુષ્કા વિશે ઘણી વાતો કરી. આ દરમિયાન તેણે જણાવ્યિ કે તેણે અનુષ્કાને પ્રપોઝ નહોતુ કર્યુ. કોહલીએ કહ્યુ કે જો તમે ખુલીને લાઈફ જીવતા હોય અને પ્રેમ કરતા હોય તો સ્પેશિયલ ડે કે વેલેન્ટાઈન ડે જેવુ કંઈ નથી હોતુ. વિરાટ કોહલીએ કહ્યુ, 'દરેક દિવસ વેલેન્ટાઈન ડે બની શકે છે.'
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
