Virat Kohli 13000 T20 Runs: વાનખેડેમાં વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, બન્યો આવું કરનારા પ્રથમ ભારતીય બેટ્સમેન!
સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2025 ની 20મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા કોહલીએ T20 ક્રિકેટમાં 13,000 રન પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો. તેણે પોતાનો 17મો રન બનાવતાની સાથે જ આ આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો.
કોહલી હવે T20 ફોર્મેટમાં 13,000 થી વધુ રન બનાવનારા ફક્ત પાંચ બેટ્સમેનોમાં જોડાયો છે. આ પહેલા ક્રિસ ગેલ (14,562), એલેક્સ હેલ્સ (13,610), શોએબ મલિક (13,557) અને કિરોન પોલાર્ડ (13,537) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. કોહલીએ તાજેતરમાં જ પોતાની 400મી T20 મેચ રમી હતી અને અત્યાર સુધી 285 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
ટી20 લીગની વાત કરીએ તો, વિરાટ કોહલીએ ફક્ત આઈપીએલમાં જ 8,000થી વધુ રન બનાવ્યા છે. આ આંકડાને સ્પર્શનાર તે એકમાત્ર ખેલાડી છે. તેણે અત્યાર સુધીમાં 256 IPL મેચોમાં ભાગ લીધો છે અને તેની સરેરાશ 38 થી વધુ રહી છે.

ખાસ વાત એ છે કે તેણે આ બધી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી છે. કોહલીએ અત્યાર સુધીમાં IPLમાં 8 સદી ફટકારી છે, જે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ સદી છે. આ યાદીમાં તેનો સૌથી નજીકનો હરીફ શિખર ધવન છે, જેના નામે 6,769 રન છે.
2024 માં ભારતને T20 વર્લ્ડ કપ જીત અપાવ્યા બાદ, કોહલીએ આ ફોર્મેટમાંથી આંતરરાષ્ટ્રીય નિવૃત્તિની જાહેરાત કરી હતી. આંતરરાષ્ટ્રીય ટી20માં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે 125 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 48.69 ની સરેરાશથી કુલ 4,188 રન બનાવ્યા છે.
જેમાં એક સદી અને 38 અડધી સદીનો સમાવેશ થાય છે. તે રોહિત શર્મા અને બાબર આઝમ સાથે T20I માં 4,000 થી વધુ રન બનાવનારા માત્ર ત્રણ ખેલાડીઓમાંનો એક છે.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
