પ્રિયા પ્રકાશની જેમ રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની આ RCB ફેન ગર્લ, જુઓ તસવીરો

પ્રિયા પ્રકાશની જેમ રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની આ RCB ફેન ગર્લ, જુઓ તસવીરો

નવી દિલ્હીઃ રૉય ચેલેન્જર્સ બેંગ્લોર એક એવી ટીમ છે જેના સતત ખરાબ પ્રદર્શન છતાં તેના ફેન્સની દવાનગીમાં કોઈ કમી જોવા મળતી નથી. સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યા બાદ આઈપીએલ 2019માં પોતાની સફર પૂર્ણ કરનાર આ ટીમ ફરી એકવાર ચર્ચામાં આવી છે. બલકે એમ કહીએ કે આ ટીમને કારણે એક છોકરી રાતોરાત ચરચાનો વિષય બની ગઈ છે તો પણ કંઈ ખોટું નહિ હોય.

જ્યારે એક છોકરી માટે સોશિયલ મીડિયા થયું ક્રેઝી

જ્યારે એક છોકરી માટે સોશિયલ મીડિયા થયું ક્રેઝી

એક આંખ મારી કલાકોમાં જ ઈન્ટરનેટ સેન્સેશન બનેલ પ્રિયા પ્રકાશ વારિયર તો તમને યાદ જ હશે, સોશિયલ મીડિયા પર આ RCB ગર્લ માટે પણ કંઈક આવો જ ક્રેઝ બનતો જોવા મળી રહ્યો છે. આ ગર્લે લાલ રંગનું ટૉપ પિસ પહેર્યું હતું અને મેચ દરમિયાન જ્યારે પણ કેમેરો તેની તરફ જતો તે આનંદ ઉઠાવતી જોવા મળી હતી. ત્યારથી જ આ છોકરી વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

છોકરીનું નામ છે દીપિકા ઘોષ

એટલું જ નહિ આ છોકરીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ પબ્લિક થઈ ગયું છે. છોકરીનું નામ દીપિકા ઘોષ છે. દીપિકા માટે ફેન્સમાં દિવાનગી એ હદે વધી છે કે રાતોરાત તેના ફોલોઅર્સ 2 લાખ 70 હજાર સુધી વધી ગયા. જ્યારે લોકોમાં આ છોકરી વિશે જાણવાની ઉત્સુકતા વધી તો દીપિકા ઘોષ નામે કેટલાંય ડમી અકાઉન્ટ પણ બનવા લાગ્યાં. બાદમાં આના પર લગામ લગાવવા માટે ખુદ દીપિકાએ આગળ આવવું પડ્યું અને અપીલ કરતા કહ્યું કે કૃપિયા મારા નામના કોઈ ફેક અકાઉન્ટને ફોલો કે સ્વીકાર ન કરો.

RCBના છે શાનદાર ફેન્સ

જણાવી દઈએ કે આરબીસીની ટીમ આઈપીએલ 2019ના બીજા હાફમાં જ ટૂર્નામેન્ટથી બહાર નીકળી ગઈ. લીગ ચરણથી જ વિવાદનું મુખ્ય કારણ બન્યું તેનો પહેલો હાફ, જેમાં કોહલી એન્ડ કંપનીએ સતત 6 મેચ હારવાનો શર્મનાક રેકોર્ડ બનાવ્યો હતો. જેને પગલે બેંગ્લોરની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચલા સ્તરે રહી. બેંગ્લોરે 14માંથી 5 મેચમાં જીત મેળવી જ્યારે 8માં હારનો સામનો કરવો પડ્યો હતો અને 1 મેચ ડ્રો થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X