Video : ક્રિકેટના મેદાન પર દિલ જીતનારી મુમેન્ટ, કોહલીએ પગે લાગી રહેલા ફેન્સને ગળે લગાવ્યો

વિરાટ કોહલી મેદાન પર તેના ફેન્સને મોજ કરાવવા માટે જાણીતો છે. હવે તેને હાલમાં જ કઈંક એવુ કર્યુ કે બધા લોકો તેના વખાણ કરી રહ્યા છે.

વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે T20 ફોર્મેટમાં ફરીથી મેદાન પર વાપસી કરી છે. લગભગ 14 મહિના પછી વિરાટ કોહલી T-20 ક્રિકેટ રમતા જોવા મળ્યો છે.

Virat Kohli

બીજા ટી20 મુકાબલમાં ભારતની જીતમાં વિરાટ કોહલીએ મહત્વનો આપ્યો હતો. તેણે 16 બોલમાં 29 રનની ઇનિંગ રમી અને ભારતીય ટીમને લક્ષ્યની નજીક પહોંચવામાં મદદ કરી.

વિરાટ કોહલીના ફેન્સ દુનિયાભરમાં છે અને એક ઝલક મેળવવા માટે દૂર-દૂરથી ફેન્સ સ્ટેડિયમમાં આવી જાય છે. ઘણી વખત ફેન્સ સુરક્ષા જવાનોને ચકમો આપીને મેદાનમાં પહોંચી ગયાના દાખલા જોવા મળ્યા છે.

હાલમાં જ આવો એક કિસ્સો ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાંથી સામે આવ્યો છે. અહીં અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન એક પ્રશંસક સુરક્ષાકર્મીઓને ચકમો આપીને વિરાટ કોહલીને મળવા સ્ટેડિયમ પહોંચ્યો હતો.

લાઈવ મેચ દરમિયાન એક ફેન કોહલીના પગે લાગવા દોડતો આવ્યો હતો. વિરાટની નજીક આવતા જ પ્રશંસકે કોહલીના પગને સ્પર્શ કર્યો અને પછી તેને ગળે લગાડ્યો. આ પછી તરત જ સુરક્ષા અધિકારીઓએ આ પ્રશંસકને પકડીને મેદાનની બહાર લઈ ગયા. આ પછી પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને ત્યાં પૂછપરછ કરવામાં આવી.

વિરાટ કોહલીને મળવા માટે પ્રશંસકોએ ભૂતકાળમાં ઘણી વખત આવી હરકતો કરી છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં ચાહકો કોહલીને મળવા માટે સુરક્ષાકર્મીઓને ચકમો આપે છે.

વિરાટ કોહલી વર્ષ 2024માં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માંગે છે. આ સ્થિતિમાં તેણે આ શ્રેણીમાં પોતાના બેટથી મોટી ઇનિંગ્સ રમવી પડશે.

જણાવી દઈએ કે, ઈન્દોરમાં રમાયેલી બીજી T-20 મેચમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે જીત મેળવી હતી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી બીજી મેચ એકતરફી રહી. ભારતે આસાનીથી અફઘાનિસ્તાનને હરાવી શ્રેણીમાં અજેય લીડ મેળવી છે. બંને દેશો વચ્ચે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 17 જાન્યુઆરી રમાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X