Video: ટીમ ઈન્ડિયાના વિજય સરઘશ વચ્ચે માનવતાની મિશાલ, લાખોની ભીડ વચ્ચેથી આવી રીતે નીકળી એમ્બ્યુલન્સ
T20 વર્લ્ડ કપ જીતીને ભારત આવેલી ભારતીય ટીમનું મુંબઈમાં શાનદાર સ્વાગત જોવા મળ્યુ. આ સ્વાગત સરઘશ વચ્ચે માનવતાની એક મિશાલ જોવા મળી.
ભારતીય ક્રિકેટ ટીમનું નરીમાન પોઈન્ટ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. ટીમ ઈન્ડિયાની પરત ફરતી વખતે પ્રખ્યાત મરીન ડ્રાઈવ પર નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી વિજય પરેડ યોજાઈ હતી.

આ દરમિયાન જે તસવીરો સામે આવી તે ચોંકાવનારી છે. મરીન ડ્રાઈવ પર એકઠી થયેલી ક્રિકેટ ચાહકોની ભીડ એવી હતી કે ત્યાં પગ મુકવાની પણ જગ્યા નહોતી, આ દરમિયાન રસ્તા પર એમ્બ્યુલન્સ જોઈને ભીડ દ્વારા દેખાડવામાં આવેલી માનવતા ઉદાહરણરૂપ છે.
મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે પરેડ દરમિયાનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મરીન ડ્રાઇવ પર ભીડના વિશાળ સમુદ્રને દર્શાવતો એક વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.
મરીન ડ્રાઈવ પર લોકોની ભીડ વચ્ચે એમ્બ્યુલન્સ ફસાઈ હતી. સ્થિતિ એવી હતી કે એક તરફ વિજય પરેડ ચાલી રહી હતી, જેમાં લાખો લોકો હતા. બીજી તરફ એમ્બ્યુલન્સમાં હાજર દર્દીનો જીવ અધ્ધર થઈ ગયો હતો.
આ સ્થિતિમાં ભીડે પરેડની ગતિ ધીમી કરી અને એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો. આટલી મોટી ભીડ હોવા છતાં પણ એમ્બ્યુલન્સ કોઈ સમસ્યા વિના હોસ્પિટલ પહોંચી ગઈ.
જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ 29 જૂને રમાયેલા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં એક રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમે આ મેચમાં ઈતિહાસ રચ્યો છે.
#WATCH | Mumbai: Cricket fans gathered at Marine Drive make way for an ambulance to pass through the crowd.
— ANI (@ANI) July 4, 2024
Team India - the #T20WorldCup2024 champions - will have a victory parade here shortly. pic.twitter.com/WvTN7z1J7z
T20 વર્લ્ડ કપમાં ભારતે ફરી એકવાર ઈતિહાસ રચ્યો અને ટ્રોફી જીતી. ICC વર્લ્ડ કપ ટ્રોફી 13 વર્ષ પછી ભારત આવી હતી. આ પહેલા વર્ષ 2011માં ભારતે 50 ઓવરનો વર્લ્ડ કપ જીત્યો હતો.
આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ભારત પહોંચતા જ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ટીમ ઈન્ડિયા મોડી સાંજે વિજય પરેડ માટે મુંબઈ પહોંચી ત્યારે ક્રિકેટ ચાહકોએ ભારે ઉષ્મા સાથે સ્વાગત કર્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
