Vaibhav suryavanshi ipl debut : 14 વર્ષની ઉંમરે ડેબ્યુ કરી વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો
Vaibhav suryavanshi ipl debut : રાજસ્થાન રોયલ્સ માટે રમતા 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં પોતાની પહેલી મેચ સાથે જ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
તે IPLના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનાર ખેલાડી બન્યો છે. માત્ર 14 વર્ષ અને 23 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરનાર વૈભવે ક્રિકેટ વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો છે.

ટોસ જીત્યા બાદ લખનૌના કેપ્ટન ઋષભ પંતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની ટીમમાં આકાશ દીપની જગ્યાએ પ્રિન્સ યાદવને સામેલ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ રાજસ્થાન રોયલ્સ તરફથી વૈભવ સૂર્યવંશીને તક મળી હતી. સ્ટેન્ડ-ઈન કેપ્ટન રિયાન પરાગે ટોસ વખતે આ વાતની પુષ્ટિ કરી હતી કે વૈભવ ટીમની ઈમ્પેક્ટ સબ્સ્ટિટ્યૂટ યાદીમાં છે અને બેટિંગ સમયે એન્ટ્રી લેશે.
સંજુ સેમસન ઈજાને કારણે આ મેચથી બહાર રહ્યો છે, જેના કારણે વૈભવને તક મળી. ખાસ વાત એ છે કે વૈભવનો જન્મ 2011માં થયો હતો, જ્યારે IPLની શરૂઆત 2008માં થઈ હતી. એટલે કે તે એવો પ્રથમ ખેલાડી છે જેનો જન્મ IPL શરૂ થયા પછી થયો છે અને હવે તે ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે.
વૈભવ સૂર્યવંશી અગાઉ લિસ્ટ A ક્રિકેટમાં પણ સૌથી નાની ઉંમરે રમનાર ભારતીય બન્યો હતો. ઉપરાંત તે માત્ર 12 વર્ષ અને 284 દિવસની ઉંમરે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવાન ખેલાડી છે. પોતાની યુવા ઉંમર છતાં વૈભવે અત્યાર સુધીમાં અનેક શાનદાર ઈનિંગમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે.
આ પહેલા સૌથી નાની ઉંમરે IPL ડેબ્યૂનો રેકોર્ડ પ્રયાસ રાય બર્મનના નામે હતો, જેણે 16 વર્ષ અને 157 દિવસની ઉંમરે IPLમાં પ્રવેશ કર્યો હતો. IPL 2025ની મેગા ઓક્શન દરમિયાન રાજસ્થાન રોયલ્સે વૈભવ સૂર્યવંશીને 1.10 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
