Vaibhav suryavanshi century : 14 વર્ષના વૈભવ સુર્યવંશીએ ઇતિહાર રચ્યો, 11 સિક્સર સાથે શાનદાર સદી
Vaibhav suryavanshi century : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ડેબ્યુ કરનાર વૈભવ સૂર્યવંશીએ પોતાના પ્રથમ મેચથી જ ક્રિકેટ ફેન્સને પ્રભાવિત કર્યા હતા.
વૈભવ સુર્યવંશીને પાવર હિટર તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં તેમણે આ સાબિત પણ કરી દીધું છે. રાજસ્થાન રોયલ્સના યુવાન બેટ્સમેન વૈભવે પાવરપ્લે દરમિયાન બોલરો પર આકરા પ્રહાર કર્યા.

માત્ર 14 વર્ષની નાની ઉંમરે વૈભવે શાનદાર બેટિંગ કરી અને ઇતિહાસ રચ્યો. તેમની બેટિંગની શરૂઆત જ બીજા બોલે 90 મીટર લાંબી સિક્સર ફટકારીને કરી. ત્યારબાદ તેણે સતત હુમલો જારી રાખતાં આઈપીએલમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો. સૂર્યવંશીએ માત્ર 17 બોલમાં અડધી સદી પૂરી કરી, જે આ સીઝનની સૌથી ઝડપી ફિફટી સાબિત થઈ છે.
આ પહેલાં નિકોલસ પૂરણે 18 બોલમાં ફિફટી મારી હતી પણ વૈભવે તે રેકોર્ડ તોડી નાંખ્યો. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન કુલ 6 સિક્સર અને 3 ફોર ફટકાર્યા. 14 વર્ષની ઉંમરે આઈપીએલમાં અડધી સદી ફટકારનાર વૈભવ સૂર્યવંશી પ્રથમ ખેલાડી બન્યો છે. તેના આ ઐતિહાસિક રેકોર્ડને તોડવો અન્ય ખેલાડીઓ માટે કેટલોક સમય સુધી મુશ્કેલ રહેશે.
વૈભવ સુર્યવંશીનું બેટ માત્ર અહીં ન અટક્યુ. અડધી સદી પુરી થયા બાદ વૈભવનો અલ્ટ્રા આક્રમક અવતાર જોવા મળ્યો. વૈભવે બેટથી ધમાલ કરતા માત્ર 35 બોલમાં પોતાની સદી પુરી કરી. આ સાથે તે આઈપીએલમાં સૌથી નાની ઉમરે સદી ફટકારનારો ખેલાડી બની ગયો છે. વૈભવે પોતાની ધમાકેદાર ઈનિંગમાં 11 સિક્સર અને 7 બાઉન્ટ્રી ફટકારી.
રાજસ્થાન રોયલ્સે 210 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે વૈભવના આક્રમક પ્રારંભથી ભવ્ય શરૂઆત કરી. તેમના આ શાનદાર પ્રદર્શનથી રાજસ્થાનના ચાહકોમાં ખુશીની લહેર ફરી વહી છે અને સૌ કોઈ તેમની ભવિષ્યની કારકિર્દી માટે આશાવાદી બન્યા છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
