ટોરેન્ટ ગ્રુપે 5625 કરોડમાં ગુજરાત ટાઇટન્સનો 67 ટકા હિસ્સો ખરીદ્યો
જાણીતા ટોરેન્ટ ગ્રુપે IPL ટીમ ગુજરાત ટાઇટન્સમાં 67% હિસ્સો મેળવી લીધો છે. આ સાથે ટોરેન્ટ ટીમમાં સૌથી મોટી શેર હોલ્ડર બની છે.
બુધવારે આ ડીલની જાહેરાત કરવામાં આવી, જે માટે BCCI સહિતની પરંપરાગત મંજૂરીઓ જરૂરી છે. ટોરેન્ટે આ હિસ્સો Irelia Company Pte Ltd પાસેથી કબ્જે કર્યો છે, જેને CVC દ્વારા મેનેજ કરવામાં આવે છે.

Irelia કંપની તેના 33% હિસ્સા સાથે ગુજરાત ટાઇટન્સમાં જોડાયેલી રહેશે. CVC એ 2021માં ગુજરાત ટાઇટન્સને INR 5625 કરોડમાં ખરીદી હતી, જ્યારે ટોરેન્ટે તેના બે તૃતિયાંશ હિસ્સા માટે આશરે 5025 કરોડ ચૂકવ્યા છે.
હાલ ગુજરાત ટાઇટન્સની કુલ વેલ્યુ 7500 કરોડ રૂપિયા છે. CVC ને આ ડીલથી રોકાણના 89% વળતર મળ્યુ છે. આ સિવાય ટીમમાં તેના એક-તૃતીયાંશ હિસ્સા સાથે જોડાણ યથાવત રહેશે.
ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર જિનલ મહેતાએ ફેન્સ માટે નવી તકો શોધવા અને તેમના અનુભવને વધારવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો. CVCના મેનેજિંગ પાર્ટનર સિદ્ધાર્થ પટેલે તેમની સફળ મુદત વિશે વાત કરી, જેમાં ગુજરાત ટાઇટન્સે પહેલી જ સીઝનમાં IPL ટાઇટલ જીત્યું હતું અને બીજી સીઝનમાં રનર્સ-અપ રહ્યા હતા.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
