રાહુલ દ્રવિડ બાદ આ 4માંથી એક બની શકે છે ભારતીય ટીમના આગલા કોચ, આ ખેલાડીનુ પત્તુ ભારે
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમ કોઈ મોટી ટ્રોફી નથી જીતી અમે એશિયા કપ માટે જોર લગાવી રહી છે ત્યારે આ વર્ષે જ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ પુર્ણ થઈ રહ્યો છે. આ સ્થિતીમાં કેટલાક એવા નામ છે જે રાહુલ દ્રવિડની જગ્યા લઈ શકે છે.
અહેવાલો અનુસાર, 2023 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટમાં ઘણા ફેરફાર થઈ શકે છે. આ વર્ષે ભારત વર્લ્ડ કપ નહીં જીતે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માની મુશ્કેલી વધી શકે છે. રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ આ વર્ષે નવેમ્બરમાં 2023 વર્લ્ડ કપ પછી સમાપ્ત થઈ રહ્યો છે. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના કોચ તરીકે રાહુલ દ્રવિડના સ્થાને 4 મોટા દાવેદાર છે.

સ્ટીફન ફ્લેમિંગ
ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી સ્ટીફન ફ્લેમિંગ ટીમ ઈન્ડિયાના આગલા કોચ બનવાની રેસમાં છે. સ્ટીફન ફ્લેમિંગ વિશ્વ ક્રિકેટમાં એક સફળ કોચ રહ્યા છે અને તેમના કોચિંગ હેઠળ જ ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતી ચુકી છે. આ સિવાય ભારતીય ખેલાડીઓ સાથે તેમની સારી બોન્ડિંગ છે.
આશિષ નેહરા
પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરા એક સારા રણનીતિકાર મનાય છે. આશિષ નેહરાના સ્માર્ટ અને કૂલ ક્રિકેટિંગ માઇન્ડ ટીમ ઇન્ડિયાને મોટી સફળતા અપાવી શકે છે. આશિષ નેહરાએ તેમની રણનીતિના સહાજે ગુજરાત ટાઇટન્સને પહેલી જ સિઝનમાં ટાઈટલ અને બીજી સિઝનમાં ફાઈનલ સુધી પહોંચાડી છે. 2023 વર્લ્ડ કપ પછી BCCI નવા મુખ્ય કોચ માટે અરજીઓ મંગાવશે અમે આશિષ નેહરા ટીમ ઈન્ડિયાના આગામી કોચ બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
વિરેન્દ્ર સેહવાગ
ટીમ ઈન્ડિયાના પૂર્વ ધમાકેદાર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ પણ ટીમ ઈન્ડિયાના કોચની રેસમાં છે. વિરેન્દ્ર સેહવાગની બેટિંગના આજે પણ લોકો દિવાના છે. વિરેન્દ્ર સેહવાગ ટીમ ઈન્ડિયાનો આગામી કોચ બને ટીમને આક્રમક બનાવી શકે છે. આક્રમક કોચિંગથી વિરેન્દ્ર સેહવાગ ટીમ ઈન્ડિયાને સફળતા હાંસલ કરવામાં મદદ કરી શકે છે. સેહવાગે ટીમ ઈન્ડિયાના કોચ બનવા માટે પહેલા પણ અરજી કરી હતી.
ટોમ મૂડી
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ટોમ મૂડી આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કોચ રહી ચૂક્યા છે. ટોમ મૂડી સનરાઈઝર્સ હૈદરાબાદને આઈપીએલનો ખિતાબ જીતાડી ચુક્યા છે. ટોમ મૂડીના કોચિંગ હેઠળ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 2016માં આઈપીએલ ટ્રોફી જીતી હતી. ટોમ મૂડીએ પહેલા પણ 2017માં ટીમ ઈન્ડિયાના કોચ પદ માટે ઈન્ટરવ્યુ આપ્યો હતો. એ વખતે વિરાટ કોહલીની પસંદગીને ધ્યાનમાં રાખીને રવિ શાસ્ત્રીને કોચ બનાવવામાં આવ્યા હતા.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
