T20 World Cup 2026: ભારતીય ટીમની જાહેરાત, ઈશાન કિશનનો પૂરો થયો વનવાસ, જાણો કોણ In અને કોણ Out
T20 World Cup 2026: Team India Squad Announcement: ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે BCCI એ ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. મુંબઈ ખાતે મળેલી પસંદગીકારોની બેઠક બાદ જાહેર કરાયેલી આ ટીમમાં અનેક ચોંકાવનારા ફેરફારો જોવા મળ્યા છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળની આ ટીમમાં યુવા જોશ અને અનુભવનું સંતુલન રાખવામાં આવ્યું છે.

ઈશાન કિશન અને રિંકુ સિંહની વાપસી, ગિલ આઉટ
આ ટીમમાં સૌથી મોટું નામ ઈશાન કિશનનું છે. લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર રહેલા ઈશાન કિશને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન (517 રન) કરીને ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. બીજી તરફ, સતત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા શુભમન ગિલને આ વખતે ટીમમાં સ્થાન મળ્યું નથી. ફિનિશર તરીકે જાણીતા રિંકુ સિંહની પણ ટીમમાં શાનદાર વાપસી થઈ છે.
અક્ષર પટેલને મળી નવી જવાબદારી
ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લેતા ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમના વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે અક્ષર પટેલ તેને સાથ આપશે.
ટીમ ઈન્ડિયાનું મજબૂત બોલિંગ અને બેટિંગ લાઇનઅપ
બેટિંગની જવાબદારી અભિષેક શર્મા, સંજુ સેમસન, તિલક વર્મા અને સૂર્યકુમાર જેવા આક્રમક બેટ્સમેનોના ખભા પર રહેશે. ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદર ટીમમાં છે. બોલિંગ વિભાગની કમાન અનુભવી જસપ્રીત બુમરાહ સંભાળશે, જેને અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાનો સાથ મળશે. સ્પિનર તરીકે કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીની પસંદગી કરવામાં આવી છે.
વર્લ્ડ કપ 2026 માટે ભારતીય સ્ક્વોડ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, રિંકુ સિંહ.
ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ: ક્યારે અને કોની સામે ટકરાશે ભારત?
ભારતને ગ્રુપ-એમાં પાકિસ્તાન, અમેરિકા, નામિબિયા અને નેધરલેન્ડ સાથે રાખવામાં આવ્યું છે. ભારતની મેચોનું શેડ્યૂલ નીચે મુજબ છે.
- 7 ફેબ્રુઆરી: ભારત vs અમેરિકા (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ)
- 12 ફેબ્રુઆરી: ભારત vs નામિબિયા (અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી)
- 15 ફેબ્રુઆરી: ભારત vs પાકિસ્તાન (આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો)
- 18 ફેબ્રુઆરી: ભારત vs નેધરલેન્ડ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ)
વર્લ્ડ કપ પહેલા ભારત ન્યૂઝીલેન્ડ સામે 5 મેચોની T20 સિરીઝ રમીને પોતાની તૈયારીઓને આખરી ઓપ આપશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
