T20 World Cup 2024: વિશ્વ કપ જીત્યા બાદ બાર્બાડોસમાં ફસાઇ ભારતીય ક્રિકેટ ટીમ, જાણો કારણ
T20 World Cup 2024: ભારતે શનિવારે દક્ષિણ આફ્રિકા સામે સાત રનથી જીત મેળવીને T20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો. હવે ભારતીય ચાહકો રોહિત શર્માની સેનાની રાહ જોઈ રહ્યા છે.
અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને લઈને કોઈ અપડેટ નથી. દરમિયાન એવા સમાચાર છે કે, બાર્બાડોસમાં ચક્રવાતને કારણે ભારતીય ટીમની વતન વાપસીમાં હજુ થોડા દિવસો લાગી શકે છે.
રોહિતની કપ્તાનીમાં ભારતે જીત મેળવી - રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ પહેલા 2007માં તત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ પહેલો ખિતાબ જીત્યો હતો.
આ ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જ કારણ છે કે, ચાહકો તેને મળવા માટે આતુર છે. જોકે, ચાહકોને હજુ થોડા દિવસો રાહ જોવી પડી શકે છે.

બાર્બાડોસમાં હવામાન કેવું છે? - વાસ્તવમાં બાર્બાડોસમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન ખરાબ છે. હવામાન અહેવાલ અનુસાર, આગામી કેટલાક કલાકોમાં ત્યાં ચક્રવાતી વાવાઝોડાની સંભાવના છે. આવા સમયે, પવન 170-200 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.
આ સ્થિતિમાં બ્રિજટાઉનનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાને હોટલમાં જ રોકાવા માટે કહેવામાં આવ્યું છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, BCCI તેમના માટે ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરી શકે છે.
#WATCH | Hurricane hits Barbados, airport shut down until further order. Curfew imposed in the city from 6 pm, all stores and offices shut down.
— ANI (@ANI) July 1, 2024
Team India and media from India stuck in Barbados as all flights cancelled. pic.twitter.com/j9OvGWp0Ot
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
