T20 WC 2024 : T20 વર્લ્ડ કપ પર આતંકી હુમલાનો ખતરો, પાકિસ્તાનથી મળી ધમકી
ક્રિકેટ ફેન્સ T20 વર્લ્ડ કપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફેન્સની રાહ વચ્ચે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાવા જઈ રહેલા વર્લ્ડ કપમાં આતંકી હુમલાની ધમકી મળી છે.
1 જૂનથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ આ વખતે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાઈ રહ્યો છે. હવે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા વેસ્ટ ઈન્ડિઝ એટલે કે કેરેબિયન દેશોને આતંકવાદી હુમલાની ધમકી મળી છે.

આ ધમકી ઉત્તર પાકિસ્તાન તરફથી આવી છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે આને લઈને સુરક્ષા વ્યવસ્થા શરૂ કરી દીધી છે. ટી20 વર્લ્ડ કપ દરમિયાન કેરેબિયન દેશોને નિશાન બનાવવા માટે ઉત્તર પાકિસ્તાનમાં હાજર IS-ખોરાસાન તરફથી ધમકી મળી છે.
આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે 2024ના T20 વર્લ્ડ કપ સહિત વિશ્વભરની મોટી ઈવેન્ટને નિશાન બનાવવાની ધમકી આપી છે. કેરેબિયન મીડિયા રિપોર્ટ અનુસાર, આઈએસના મીડિયા ગ્રુપ નાશિર પાકિસ્તાન પાસેથી ગુપ્ત માહિતી મળી છે. ત્રિનિદાદ એક્સપ્રેસ અનુસાર, નાશિર પાકિસ્તાન IS સાથે જોડાયેલી પ્રોપગેન્ડા ચેનલ છે.
આ પછી જારી કરાયેલ સુરક્ષા ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, પ્રો-ઇસ્લામિક સ્ટેટ (IS) મીડિયા સ્ત્રોતોએ અફઘાનિસ્તાન-પાકિસ્તાન શાખાના એક વીડિયો સંદેશ સહિત રમતગમતની ઘટનાઓ સામે હિંસા ભડકાવવાનું અભિયાન શરૂ કર્યું છે. આ ઘણા દેશોમાં થયેલા હુમલાઓને પ્રકાશિત કરે છે અને સમર્થકોને તેમના પોતાના દેશોમાં યુદ્ધના મેદાનમાં જોડાવા ઉશ્કેરે છે.
આ ગંભીર મુદ્દે વાત કરતા, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સીઈઓ જોની ગ્રેવ્સે જણાવ્યું કે, અમે યજમાન દેશો અને શહેરોમાં સત્તાવાળાઓ સાથે નજીકથી કામ કરીએ છીએ અને વૈશ્વિક લેન્ડસ્કેપનું સતત નિરીક્ષણ અને મૂલ્યાંકન કરીએ છીએ, જેથી ઓળખાતા કોઈપણ જોખમોને ઘટાડવા માટે અમારી જરૂરી યોજનાઓ અમલમાં રહે.
જણાવી દઈએ કે, ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે 20 ટીમો સાથે ટૂર્નામેન્ટ રમાશે. ક્રિકેટ ઈતિહાસનો આ સૌથી મોટો T20 વર્લ્ડ કપ હશે, જેના માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોવી જોઈએ.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
