IPL 2020: શું રાજસ્થાનના કેપ્ટન બદલવાની પણ જરૂર? સ્ટિવ સ્મિથને શું બટલર રિપ્લેસ કરશે?
IPL 2020: શું રાજસ્થાનના કેપ્ટન બદલવાની પણ જરૂર? સ્ટિવ સ્મિથને શું બટલર રિપ્લેસ કરશે?
IPL 2020 દિલચસ્પ વળાંકે પહોંચી ગયો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ધમાકેદાર શરૂઆત કરનાર રાજસ્થાન રોયલ્સે હવે દરેક મેચ જીવ માટે ફાંફાં મારવાં પડી રહ્યાં છે. રાજસ્થાન રોયલ્સના ખરાબ પ્રદર્શનને કારણે સોશિયલ મીડિયામાં કેટલીક ચર્ચાઓ પણ જાગી છે. અત્યારે હજી અડધી ટૂર્નામેન્ટ બાકી છે ત્યારે રાજસ્થાન રોયલ્સે કરેલા ટ્વીટથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે રાજસ્થાન પોતાના ટીમના કેપ્ટન બદલી શકે છે.

જણાવી દઈએ કે સ્ટિવ સ્મિથ કેપ્ટન તરીકે અને બેટ્સમેન તરીકે બંને રીતે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા છે. માત્ર એક જ મેચમાં સારું પરફોર્મ કર્યા બાદ સ્ટીવ સ્મિથ પોતાના બેટથી જાદૂ ના દેખાડી શક્યા. ત્યારે ટીમ મેનેજમેન્ટ હવે સ્ટીવ સ્મિથને બદલે જોશ બટલરને ટીમની કમાન સોંપવા ઈચ્છી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
Poetry in 𝒔𝒕𝒐𝒑 motion! 😉#HallaBol | #RoyalsFamily | #IPL2020 | @josbuttler pic.twitter.com/PcUHaTOVww
— Rajasthan Royals (@rajasthanroyals) October 16, 2020
ઉલ્લેખનીય છે કે રાજસ્થાન રોયલ્સે બે ટ્વીટ કર્યાં હતાં- એક તસવીર હતી અને અન્ય એક વીડિયો હતો. જો કે ટ્વીટમાં જોશ બટલર ટીમની આગેવાની કરશે તેવો ક્યાંય ઉલ્લેખ નહોતો.
જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી ચૂકી છે. જેમાંથી માત્ર 3 મેચમાં જ જીત હાંસલ થઈ હતી અને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પોઈન્ટ ટેબલમા રાજસ્થાન રોયલ્સ 6 પોઈન્ટ સાથે સાતમા નંબરે છે. દિલ્હી કેપિટલ્સ 12 પોઈન્ટ સાથે પહેલા નંબરે છે. જો મુંબઈ ઈન્ડિયન્સ આજનો મુકાબલો જીતે છે તો મુંબઈ 12 રોઈન્ટ સાથે ઉચ્ચતમ રનરેટની મદદથી પોઈન્ટ ટેબલ પર પહેલા સ્થાને પહોંચી જશે અને દિલ્હી કેપિટલ્સ બીજા નંબરે સરકી જશે.
Thankful for a boss like Jos. 💗#HallaBol | #RoyalsFamily | #BossDay | @josbuttler pic.twitter.com/ZFUZnoyQNH
— Rajasthan Royals (@rajasthanroyals) October 16, 2020
છેલ્લી પાંચ મેચમાં રાજસ્થાન રોયલ્સનું પરફોર્મન્સ
- પહેલી જ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે 16 રને વિજય
- બીજી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે 4 વિકેટે જીત
- ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો
- ચોથી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો
- પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે કરારી હાર
- છઠ્ઠી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે કરારી હાર
- સાતમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 5 વિકેટે જીત
- આઠમી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ફરી હારનો સામનો કરવો પડ્યો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
