Year Ender 2025 : સૂર્યકુમાર યાદવ માટે વર્ષ 2025 ખાસ ન રહ્યું, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૂર્યાને ગ્રહણ
Year Ender 2025 : ભારતીય ટી20 ટીમના કેપ્ટન અને વિશ્વના વિસ્ફોટક બેટ્સમેન તરીકે ઓળખાતા સૂર્યકુમાર યાદવ (SKY) માટે વર્ષ 2025 મિશ્ર પ્રતિસાદવાળું રહ્યું છે.
એકતરફ આઈપીએલ (IPL 2025) માં રનનો પહાડ સર્જનાર સૂર્યા આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું જૂનું ફોર્મ શોધવા સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. વર્ષના અંતે ચાલો નજર કરીએ સૂર્યકુમાર યાદવના આ વર્ષના પ્રદર્શન પર.

ટી20 આંતરરાષ્ટ્રીયમાં કથળેલું પ્રદર્શન
વર્ષ 2025માં સૂર્યકુમાર યાદવનું બેટ આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં શાંત રહ્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો આ વર્ષે સૂર્યાએ રમેલી ઇનિંગ્સમાં તેની એવરેજ અને સ્ટ્રાઈક રેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે
- કુલ રન : આંતરરાષ્ટ્રીય ટી20 માં આ વર્ષે 20 ઈનિંગ્સમાં માત્ર 213 રન
- સરેરાશ (Average) : માત્ર 14.35 કરિયરની સર્વશ્રેષ્ઠ સરેરાશ કરતા ઘણી ઓછી
- હાઈએસ્ટ સ્કોર : એશિયા કપમાં પાકિસ્તાન સામે બનાવેલા અણનમ 47 રન આ વર્ષનો તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો.
- સ્ટ્રાઈક રેટ : જે ખેલાડી 170+ ના સ્ટ્રાઈક રેટ માટે જાણીતો હતો, તેનો રેટ આ વર્ષે ઘટીને 126 ની આસપાસ પહોંચી ગયો છે.
આશ્ચર્યની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સંઘર્ષ કરી રહેલા સૂર્યાએ IPL 2025 માં મુંબઈ ઇન્ડિયન્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ સીઝનમાં 16 ઇનિંગ્સમાં 717 રન બનાવ્યા હતા, જેમાં 65 ની એવરેજ અને 167 થી વધુનો સ્ટ્રાઈક રેટ સામેલ હતો. આ પ્રદર્શન બાદ અપેક્ષા હતી કે તે ટીમ ઇન્ડિયા માટે પણ તેવું જ રમશે, પરંતુ આંતરરાષ્ટ્રીય મેચોમાં તે ફ્લોપ સાબિત થયો.
ક્રિકેટ વિશ્લેષકોનું માનવું છે કે જ્યારથી સૂર્યકુમારે ભારતીય ટી20 ટીમની કમાન સંભાળી છે ત્યારથી તેની નેચરલ ગેમ પ્રભાવિત થઈ છે. કેપ્ટન તરીકે રમેલી છેલ્લી 19 ઇનિંગ્સમાં તે માત્ર 2 અડધી સદી ફટકારી શક્યો છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમો સામે પણ તેનું બેટ મૌન રહ્યું હતું.
વર્ષ 2025 સૂર્યકુમાર યાદવ માટે એક આઈ ઓપનર વર્ષ રહ્યું છે. ફેન્સ આશા રાખી રહ્યા છે કે વર્ષ 2026 માં સૂર્યા ફરી એકવાર મેદાનની ચારે બાજુ 360 ડિગ્રી શોર્ટ્સ ફટકારીને પોતાની ગુમાવેલી લય પરત મેળવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
