IPL 2026 Auction : સરફરાઝ ખાનને મોટો ઝટકો, ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો
અબુ ધાબીમાં યોજાયેલી IPL 2026ની મિની ઑક્શન મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાન માટે મોટી નિરાશા લઈને આવી છે. ઘરેલું ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા છતાં 75 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા સરફરાઝને કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ ખરીદવામાં રસ દાખવ્યો નહીં અને તે અનસોલ્ડ રહ્યો.

આ નિર્ણય ખાસ કરીને ત્યારે આશ્ચર્યજનક બન્યો જ્યારે ઑક્શનના આગલા જ દિવસે સરફરાઝે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં માત્ર 22 બોલમાં 73 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેમ છતાં ટીમ માલિકો અને મેનેજરો તેના આ દમદાર દેખાવથી પ્રભાવિત ન થયા હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.
સરફરાઝ ખાન ઘરેલું ક્રિકેટમાં સતત સારો દેખાવ કરી રહ્યો છે અને છેલ્લા એક વર્ષથી તેમનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 7 મેચમાં 329 રન ફટકાર્યા, જેમાં સતત બે અડધી સદીનો પણ સમાવેશ થાય છે.
હરિયાણા સામે 64 રનની તેની ઇનિંગે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઇતિહાસમાં 235 રનના સૌથી મોટા રન ચેઝમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જો કે, આ પ્રદર્શનનો ફાયદો તેને IPLમાં મળ્યો નથી અને ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની તેની આશા પણ હજુ અધૂરી છે.
અગાઉ એવી અટકળો હતી કે IPLમાં સારો દેખાવ કરવાથી ભારતીય ટીમમાં તેના પુનરાગમનના દરવાજા ખુલી શકે છે. હવે જોવું રહ્યું કે એક્સિલરેટર રાઉન્ડમાં તેને કોઈ તક મળે છે કે કેમ.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
