સનરાઈઝર્સ હૈદરાબાદને ચોથો ઝાટકો, કેન વિલિયમસન 9 રનમાં આઉટ
સનરાઈઝર્સ હૈદરાબાદને ચોથો ઝાટકો, કેન વિલિયમસન 9 રનમાં આઉટ
સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આજે ધમાકેદાર એક્શન જોવા મળી રહી છે. આઈપીએલની 14મી મેચ ઈન્ટરનેશનલ દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટૉસ જીતી પહેલાં બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો પણ હવે ધડાધડ વિકેટો ખડવા લાગતાં હૈદરાબાદની મુશ્કેલી વધવા લાગી છે.

અત્યાર સુધીમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ત્રણ વિકેટ ખરી ગઈ છે. સૌથી પહેલાં જોની બેરસ્ટો દિપક ચહરની બોલ પર બોલ્ડ થઈ ગયો હતો. બેરસ્ટો ખાતું પણ નહોતો ખોલી શક્યો. ત્યાર બાદ મનીષ પાંડે આવ્યો અને ધમાકેદાર શરૂઆત કરી હતી. 21 બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા બાદ શાર્દુલ ઠાકુરના બોલમાં કેચ ચડાવી દીધો હતો. જે બાદ ડેવિડ વોર્નરે 28 રનની ઈનિંગ રમી અને પીયુષ ચાવલાના બોલ પર આઉટ થઈ ગયો.
જો કે ચોથો ઝાટકો હૈદરાબાદને કેન વિલિયમસનની વિકેટથી લાગ્યો. કેન વિલિયમસનને પણ અફસોસ થતો હશે, કેમ કે સારા એવા ફોર્મમાં હોવા છતાં તેઓ ફાયદો ના ઉઠાવી શક્યા. વિલિયમસનને ધોની અને રાયડૂએ રન આઉટ કરી દીધો. હાલ હૈદરાબાદનો સ્કોર 13 ઓવર પર 4 વિકેટના નુકસાને 77 રન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
