SL vs Eng: શ્રીલંકાએ ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું, પથુમ નિસાન્કા અને સમરવિક્રમાએ ફટકારી ફીફ્ટી
SL vs Eng, World Cup 2023:શ્રીલંકાએ ઈંગ્લેન્ડની રમત બગાડી છે. 157 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાએ ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ હાર સાથે ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને પહોંચી ગયું છે.
સેમિફાઇનલમાં પહોંચવાની તેની આશાને ફટકો પડ્યો છે. આ સાથે જ શ્રીલંકાએ ટૂર્નામેન્ટમાં પોતાની જાતને જીવંત રાખી છે.

નિસાન્કાએ અડધી સદી ફટકારી - પથુમ નિસાન્કાએ પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. શ્રીલંકાની ટીમ મોટા અપસેટની કગાર પર છે. પથુમ નિસાન્કાએ 83 બોલમાં 77 રન બનાવ્યા છે. જેમાં તેણે 7 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. આ સાથે સાદિરા સમરવિક્રમા 54 બોલમાં 65 રન ફટકાર્યા હતા. જેમાં તેણે 7 ફોર અને એક સિક્સ ફટકારી હતી.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 156 રનમાં સમેટાઈ ગઈ હતી. 2019માં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ટીમ માટે આ વર્લ્ડ કપ ઘણો ખરાબ રહ્યો છે. આ મેચમાં પણ આ ટીમ માત્ર 33.2 ઓવર જ રમી શકી હતી. બેન સ્ટોક્સે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. તેના સિવાય જોની બેયરસ્ટોએ 30 અને ડેવિડ મલને 28 રન બનાવ્યા હતા.
શ્રીલંકન ટીમ માટે લાહિરુ કુમારાએ 3 વિકેટ લીધી હતી. આ સાથે કસુન અને મેથ્યુઝે 2-2 વિકેટ તેમજ તિક્ષાનાએ છેલ્લી વિકેટ લઈને પોતાનું ખાતું ખોલાવ્યું હતું.












Click it and Unblock the Notifications
