મોહમ્મદ સિરાજે શ્રીલંકાની ટીમનું સપનું કચડ્યું, એક જ ઓવરમાં 4 વિકેટ ચટકાવી
Asia Cup 2023 Final: એશિયા કપ 2023ની આજે ફાઈનલ મેચ રમાઈ રહી છે. ફાઇનલ મેચમાં ભારત અને શ્રીલંકા આમને-સામને થયું છે. મેદાન-એ-જંગમાં શ્રીલંકાએ ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકન કેપ્ટન દાસુન શંકાએ તાબળતોડ બેટિંગ કરી ભારતીય ટીમને વિશાળ ટાર્ગેટ આપવાનું સપનું જોઈ પહેલાં બેટિંગ લીધી હતી, વરસાદ ભાગ ભજવે તો પણ શરૂઆતમાં સારી રનરેટ હોય તો DLS નિયમ પ્રમાણે ભારતને વધુ રન ચેઝ કરવા પડી શકે તેમ વિચારીને પહેલાં બેટિંગ લીધી હતી પરંતુ મોહમ્મદ સિરાજે શ્રીલંકન કેપ્ટનનું સપનું સપનું જ બનાવી દીધું. આની સાથે જ મોહમ્મદ સિરાઝે એક રેકોર્ડ પણ બનાવી દીધો છે. એક જ ઓવરમાં 4 વિકેટ ચટકાવનાર પહેલો ભારતીય ખેલાડી બની ગયો છે.

ભારતીય ટીમના ધૂરંધર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 3 ઓવરમાં માત્ર 4 રન આપી 5 વિકેટ ખેરવી લીધી છે. મોહમ્મદ સિરાજે એક જ ઓવરમાં 4 વિકેટ ચટકાવી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે પણ 3 ઓવરમાં 8 રન આપી 1 વિકેટ ચટકાવી છે.
6 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 13-6 જ થયો છે. 6 બેટ્સમેન પેવેલિયન ભેગા થઇ ગયા પરંતુ સ્કોર માત્ર 13નો જ બનાવી શક્યો ત્યારે આખી ટીમ સંયુક્ત રીતે સદી બનાવી લે તેવી પણ આશા નથી. શ્રીલંકાના નબળાં પ્રદર્શનથી શ્રીલંકન ક્રિકેટ ટીમના ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
