સારા નહિ આ સુંદર હસીનાને ડેટ કરી રહ્યો છે શુભમન ગિલ? જલ્દી થશે લગ્ન! અભિનેત્રીએ આપ્યો જવાબ
Shubman Gill Wedding News: ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ હાલમાં ન્યૂયોર્કમાં છે. T-20 વર્લ્ડ કપ પહેલા ભારતને અહીં બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ રમવાની છે. શુભમન ગિલનું નામ T-20 વર્લ્ડ કપની મુખ્ય ટીમમાં નથી. જોકે, શુભમન ગિલને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં રાખવામાં આવ્યો છે.
જો T20 વર્લ્ડ કપ દરમિયાન કોઈપણ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો શુભમન ગિલને રમવાની તક મળી શકે છે. T-20 વર્લ્ડ કપ વચ્ચે શુભમન ગિલને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શુભમન ગિલ ટૂંક સમયમાં ટીવીની બ્યુટી રિદ્ધિમા પંડિત સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

લગ્નની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. જો રિપોર્ટ્સનુ માનીએ તો શુભમન ગિલ અને રિદ્ધિમા પંડિત ડિસેમ્બરમાં લગ્ન કરશે. રિદ્ધિમા પંડિત પહેલા શુભમન ગિલનું નામ બૉલિવુડ અભિનેત્રી સારા અલી ખાન સાથે પણ જોડાયું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રિદ્ધિમા પંડિત અને શુભમન ગિલ છેલ્લા કેટલાક સમયથી ડેટ કરી રહ્યા છે અને બંને પોતાના સંબંધોને નવું નામ આપવા માંગે છે.
આ જ કારણ છે કે બંને આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર 2024માં લગ્ન કરશે. ટેલિવિઝન અભિનેત્રી રિદ્ધિમા પંડિતે આખરે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે તે શુભમન ગિલ સાથે લગ્ન નથી કરી રહી. 'બહુ હમારી રજનીકાંત' અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ દાવાઓમાં કોઈ સત્ય નથી.
ટેલીચક્કરના એક અહેવાલ મુજબ, રિદ્ધિમા પંડિતે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક વીડિયો મૂક્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે હું મારા લગ્ન વિશે પૂછતા પત્રકારોના ઘણા ફોનથી જાગી ગઈ હતી, પરંતુ કયા લગ્ન? હું લગ્ન નથી કરી રહી અને જો મારા જીવનમાં આવું કંઈક મહત્ત્વપૂર્ણ બનશે તો હું પોતે જ આગળ આવીશ અને સમાચાર જાહેર કરીશ, આ સમાચારમાં કોઈ સત્ય નથી.
તાજેતરમાં ન્યૂઝ 18 શો સાથેના એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં રિદ્ધિમાએ દાવો કર્યો હતો કે ટેલિવિઝન સેટ પર દુર્વ્યવહાર વિશે કોઈ વાત કરતું નથી. તેણે કોઈનું નામ ન લીધું, પરંતુ એક ઘટના યાદ કરી જ્યાં એક નિર્માતાએ તેને હોસ્પિટલમાં તેની બીમાર માતાને મળવા દીધી ન હતી. જેના કારણે તે ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
