VIDEO: દ્રવિડની સુપર બોલીંગ, આફ્રીકાની 2 મહત્વની વિકેટ
ટીમ ઇન્ડિયા માટે ધ વોલના નામે જાણીતા રાહુલ દ્રવિડને તમે સામાન્ય રીતે વિકેટની સામે ચટ્ટાનની જેમ ઉભો રહેલો જોયો હશે. પરંતુ આજે અમે તમને રાહુલ દ્રવિડની બોલીંગથી વાકેફ કરાવવા જઇ રહ્યાં છીએ.
રાહુલ દ્રવિડને તમે ક્યારેક જ બોલિંગ કરતો જોયો હશે. પરંતુ રાહુલ દ્રવિડે દક્ષિણ આફ્રીકાની સામે 9 માર્ચ 2000ની મેચમાં બોલીંગનો પણ કમાલ દેખાડી દીધો હતો.

કોચ્ચીમાં રમવામાં આવેલી આ મેચમાં દ્રવિડે 43 રન આપીને 2 વિકેટ લીધી હતી. દ્રવિડે ગૈરી કર્સ્ટન અને લૉસ ક્લુઝનર જેવા મોટા ખેલાડીઓની વિકેટ ખેરવીને તેમને પેવેલિયન ભેગા કર્યા હતા. દ્રવિડે પોતાની કરિયર દરમ્યાન કુલ 31 ઓવર નાખી છે. જેમાથી એક મેડન ઓવરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે 170 રન આપીને 4 વિકેટ પોતાના નામે કરી છે.












Click it and Unblock the Notifications
