મોહમ્મદ શમી સાથે લગ્ન કરવા જઈ રહી છે સાનિયા મિર્ઝા? જાણો શું કહ્યું સાનિયાના પિતાએ?
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમીના લગ્નના સમાચારો ચાલી રહ્યાં છે. હવે આ મુદ્દે સાનિયા મિર્ઝાના પિતાએ ખુલાસો કર્યો છે.
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટ સ્ટાર શોએબ મલિકથી છૂટાછેડા લીધા છે, જ્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમી પણ તેની પત્ની હસીન જહાંથી અલગ થઈ ગયો છે.

હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીને લઈને નવી અટકળો શરૂ થઈ છે. અફવા છે કે સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમી લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે આ અફવા પર ટેનિસ સ્ટારના પિતા તરફથી મોટું નિવેદન આવ્યું છે.
ભારતીય ટેનિસ આઇકોન સાનિયા મિર્ઝા તાજેતરમાં તેના ક્રિકેટર પતિ શોએબ મલિકથી અલગ થવાની જાહેરાત કર્યાના લગભગ 5 મહિના પછી હજની પવિત્ર યાત્રા પર નીકળી હતી. સાનિયાએ પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
સોશિયલ મીડિયા પર તેણીએ ખુલાસો કર્યો હતો કે તે હવે એક પરિવર્તનશીલ અનુભવ માટે તૈયાર થઈ રહી છે, તેણીને આશા છે કે તેણી એક સારી વ્યક્તિ તરીકે પરત ફરશે.
એક પોસ્ટમાં સાનિયાએ લખ્યું હતું કે, આ પરિવર્તનકારી અનુભવની તૈયારી કરતી વખતે હું કોઈપણ ભૂલ અને ખામીઓ માટે નમ્રતાપૂર્વક તમારી માફી માંગુ છું. સાનિયાએ વધુમાં કહ્યું કે તેને આશા છે કે અલ્લાહ તેની પ્રાર્થના સ્વીકારશે અને તેને આ ધન્ય માર્ગ પર માર્ગદર્શન આપશે.
આ બધા વચ્ચે લગ્નની અફવાઓમાં કોઈ સત્ય નથી. સાનિયા મિર્ઝાના પિતા ઈમરાને એનડીટી સાથે વાત કરતા કહ્યું કે, આ બધુ બકવાસ છે. તેણી તેને મળી પણ નથી.
તેમાં કોઈ શંકા નથી કે સાનિયા મિર્ઝા નિઃશંકપણે સૌથી લોકપ્રિય ભારતીય એથ્લેટ્સમાંથી એક છે. આ સ્થિતિમાં, ટેનિસ સ્ટારના શોએબ મલિકથી છૂટાછેડાના સમાચારે રમત જગતને આંચકો આપ્યો છે, જેના પછી ભાવનાત્મક પ્રતિક્રિયાઓ ચરમસીમા પર છે અને તેનો ફાયદો ઉઠાવીને લોકો અપ્રમાણિત માહિતી ઝડપથી ફેલાવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
