સાહા-વોર્નરની શાનદાર ફીફ્ટી, હૈદરાબાદે દિલ્હીને આપ્યું 220 રનનું લક્ષ્ય
સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ 2020 ની 47 મી મેચ દુબઈમાં રમાઇ રહી છે. આ મેચમાં દિલ્હી હૈદરાબાદને પરાજિત કરીને પ્લે ઓફમાં સ્થાન સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે. કોલકાતા નાઈટ રાઇડર્સ અન
સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ 2020 ની 47 મી મેચ દુબઈમાં રમાઇ રહી છે. આ મેચમાં દિલ્હી હૈદરાબાદને પરાજિત કરીને પ્લે ઓફમાં સ્થાન સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે. કોલકાતા નાઈટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ સામેની હાર બાદ હવે દિલ્હીને 16 પોઇન્ટ મેળવવા માટે માત્ર બે પોઇન્ટની જરૂર છે.

દુબઇમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની 47 મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદએ મંગળવારે દિલ્હી કેપિટલ્સ સામે જીતવા 220 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દિલ્હીના કેપ્ટન શ્રેયસ શ્રેયસ ઐયરે ટોસ જીતીને હૈદરાબાદને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. હૈદરાબાદે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવી 219 રન બનાવ્યા હતા. વૃદ્ધિમાન સાહાએ 45 બોલમાં 87 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે કેપ્ટન ડેવિડ વોર્નરે 34 બોલમાં 66 રન બનાવ્યા હતા. મનિષ પાંડે 31 બોલમાં 44 રન બનાવીને અણનમ રહ્યો. દિલ્હી તરફથી આર અશ્વિન અને એનિચ નોર્ટ્જેએ એક-એક વિકેટ ઝડપી હતી.
દિલ્હીની ટીમ 11 માંથી સાત મેચ જીતવામાં સફળ રહી છે અને ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, હૈદરાબાદ તેમની 11 મેચમાંથી ચાર મેચ જીતી ચૂક્યું છે અને સાત મેચમાં હાર્યું છે. આ રીતે, દિલ્હી 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે છે, જ્યારે હૈદરાબાદ 8 પોઇન્ટ સાથે સાતમા ક્રમે છે.
આ પણ વાંચો: IPL 2020: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીત્યો, કોલકાતા પહેલાં બેટિંગ કરશે
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
