RR vs DC : રિયાન પરાગનું ઘમાસાણ, દિલ્હીને 186 રનનો ટાર્ગેટ
રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલા આઈપીએલના ધમાકેદાર મુકાબલામાં રિયાન પરાગની શાનદાર ઈનિંગના કારણે રાજસ્થાને દિલ્હીને 5 વિકેટે 186 રનનો ટાર્ગેટ આપ્યો છે.
દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શરૂઆતમાં આ નિર્ણય સાચો સાબિત થયો અને પહેલા ત્રણ બેટ્સમેન સસ્તામાં આઉટ થઈ ગયા. એક સમયે રાજસ્થાનનો સ્કોર 3 વિકેટે 36 રન હતો.

આ પછી તમામને ચૌકાવતા આર અશ્વિન મેદાન પર આવ્યો અને તેને કેટલાક શાનદાર શોટ્સ રમીને ટીમના સ્કોરને આગળ વધાર્યો. અશ્વિને ત્રણ શાનદાર સિક્સર સાથે 19 બોલમાં 29 રનની ઈનિંગ રમી.
બીજી તરફ એક છેડો રિયાન પરાગે સાચવી રાખ્યો અને તેના આઈપીએલ કરિયરની સૌથી મોટી ઈનિંગ રમી. રિયાન પરાગે અંતિમ ઓવરમાં 25 રન ફટકારી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવા સાથે સાથે નાબાદ 84 રનની ઈનિંગ રમી.
તેને તેની ઈનિંગમાં 6 શાનદાર સિક્સર અને 7 ફોર ફટકારી. આ સિવાય રાજસ્થાન માટે ધ્રુવ જુરેલે 20 અને હેટમાયલે 14 રનનું યોગદાન આપ્યુ. આમ ટીમે 5 વિકેટે 185 રન બનાવ્યા. હવે દિલ્હીને જીતવા માટે 186 રન બનાવવા પડશે.












Click it and Unblock the Notifications
