Rohit Sharma : વર્લ્ડ કપ જ નહીં રોહિત શર્માએ આ વર્ષે લગાવી છે મોટા રેકોર્ડની લાઈન, જોઈ લો 5 મોટા રેકોર્ડ
Rohit Sharma : ભારતીય ટીમે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ પર કબ્જો કર્યો છે. આ વર્ષે રોહિત શર્માએ ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતાડવા સાથે સાથે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ટ્રોફી પર કબ્જો કર્યો છે.

આ વર્ષ રોહિત શર્મા માટે ખૂબ જ ખાસ રહ્યું છે. T20 વર્લ્ડ કપ જીતવા ઉપરાંત ટીમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. આ વર્ષની શરૂઆતમાં ભારતે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ જીતી હતી.
આ પછી ભારતે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડને આસાનીથી હરાવ્યું. ટેસ્ટ, ODI અને T20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે રોહિત શર્માના આંકડા શાનદાર છે.
આ વર્ષે રોહિત શર્માએ ઘણા રેકોર્ડ બનાવ્યા. આ વર્ષે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં રોહિત શર્મા સંયુક્ત રીતે ટોચ પર છે.
આ વર્ષે અત્યાર સુધી રોહિત શર્માએ ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ રન બનાવ્યા છે. હાલમાં જ T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માએ ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
