Rohit Sharmaએ તોડ્યો પોતાનો જ સૌથી ઝડપી સદીનો રેકોર્ડ, ડેવિડ વોર્નરની બરાબરી કરીને રચ્યો ઈતિહાસ
Rohit Sharma, World Record: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેને કેમ 'હિટમેન' તરીકે ઓળખવામાં આવે છે. વિજય હજારે ટ્રોફીમાં સિક્કિમ સામે રમાયેલી મેચમાં રોહિત શર્માએ બેટિંગના એવા રેકોર્ડ્સ બનાવ્યા છે કે જેણે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. લગભગ 7 વર્ષ પછી ઘરેલું ક્રિકેટમાં વાપસી કરતા રોહિતે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રનનો વરસાદ કર્યો હતો.

ડેવિડ વોર્નરના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી
સિક્કિમ સામે 155 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ડેવિડ વોર્નરના એક મોટા વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હવે લિસ્ટ-એ (50 ઓવર ફોર્મેટ) ક્રિકેટમાં રોહિત શર્માના નામે 9 વખત 150થી વધુ રન બનાવવાનો રેકોર્ડ નોંધાયો છે. રોહિતે આ પહેલા ભારત માટે વન-ડેમાં 8 વખત 150+ રન બનાવ્યા છે, જ્યારે 150 રનનો આ 9મો આંકડો તેણે મુંબઈ માટે રમતા હાંસલ કર્યો છે. વોર્નરે 210 મેચોમાં 9 વખત આ સિદ્ધિ મેળવી હતી.
પોતાની જ કારકિર્દીની સૌથી ફાસ્ટ સદી
રોહિત શર્માએ આ મેચમાં માત્ર 62 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ રોહિતના કરિયરની સૌથી ઝડપી સદી છે. અગાઉ 2023ના વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે તેણે 63 બોલમાં સદી ફટકારી હતી.
- કુલ રન: 94 બોલમાં 155 રન.
- ચોગ્ગા-છગ્ગા: 18 ચોગ્ગા અને 9 છગ્ગા.
- સ્ટ્રાઈક રેટ: 164.89.
38 વર્ષની વયે રચ્યો ઈતિહાસ
38 વર્ષ અને 238 દિવસની ઉંમરે સદી ફટકારીને રોહિત વિજય હજારે ટ્રોફીના ઈતિહાસમાં સદી ફટકારનાર બીજો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. આ યાદીમાં પ્રથમ ક્રમે બંગાળનો અનુસ્તૂપ મજુમદાર (39 વર્ષ) છે.
બેવડી સદીના બાદશાહ
નોંધનીય છે કે રોહિત શર્મા વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેના નામે લિસ્ટ-એ ક્રિકેટમાં ત્રણ બેવડી સદી (264, 209 અને 208*) નોંધાયેલી છે. તેની આક્રમક બેટિંગે ફરી એકવાર બતાવી દીધું છે કે આગામી મર્યાદિત ઓવરોની શ્રેણી માટે તે સંપૂર્ણ ફોર્મમાં છે.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
