ઋષભ પંતનો અકસ્માત આખરે કેવી રીતે થયો? ડ્રાઈવિંગ કરતી વખતે ઝોકુ આવ્યુ અને પછી...
ઋષભ પંતની કારને અકસ્માત નડ્યો અને તેઓ હૉસ્પિટલમાં ભરતી છે. આવો જાણીએ આ અકસ્માત આખરે થયો કેવી રીતે.
Rishabh Pant Car Accident: ભારતીય ક્રિકટ ટીમના વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતની કારને આજે અકસ્માત નડ્યો છે અને હાલમાં તેઓ હૉસ્પિટલમાં ભરતી છે. ડૉક્ટરોની ટીમ સતત તેમના પર નજર રાખી રહી છે. અકસ્માત વખતે ઋષભને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આખરે આ અકસ્માત કેવી રીતે થયો, તે સવાલ સહુને થઈ રહ્યો છે.

ઋષભને દહેરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં કરાયા રિફર
ભારતીય ક્રિકેટ ટીમ સ્ટાર ખેલાડી ઋષભ પંતની કારને આજે અકસ્માત નડ્યો છે. જે બાદ તે ગંભીર રીતે ઘાયલ છે. જો કે, ડૉક્ટરોએ પંતને હાલ ખતરાની બહાર હોવાનુ જાહેર કર્યુ છે. ઋષભ પંતે પોતે આ અકસ્માત અંગે કેટલીક વાતો જણાવી છે. ઋષભ પંતને દેહરાદૂન મેક્સ હૉસ્પિટલમાં રેફર કરાયા બાદ તેણે જણાવ્યુ કે તેની સાથે આ ઘટના કેવી રીતે બની.

થાંભલા સાથે અથડાઈ કાર
ઋષભ પંતે કહ્યુ કે તે ખરા સમયે કારમાંથી બહાર નીકળી ગયો હતો. જો તેણે કારની બહાર નીકળવામાં મોડુ કર્યુ હોત તો અકસ્માત વધુ ગંભીર બની શકે તેમ હતો. ઋષભ પંત એકલો કાર ચલાવી રહ્યો હતો, તેની સાથે કોઈ નહોતુ. ડ્રાઇવિંગ કરતી વખતે પંતને ઝોકુ આવી ગયુ હતુ અને તેના કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો, ત્યારબાદ કાર એક થાંભલા સાથે અથડાઈને પલટી ગઈ હતી. પંતે યોગ્ય સમયે કારમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો.

કાર ચલાવતી વખતે થઈ મોટી ભૂલ
આ ટક્કર બાદ ઋષભ પંતની મર્સિડીઝમાં આગ લાગી ગઈ હતી. પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યુ હતુ કે ઋષભ પંત પણ આગની લપેટમાં આવી ગયા હતા પરંતુ તેમની હાલત ગંભીર નથી. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે જણાવ્યુ કે પંતે કહ્યુ છે કે ડ્રાઇવિંગ કરતી વખતે ઝોકુ આવવાને કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. દુર્ઘટના સમયે ઋષભ પંત કારમાં એકલો હતો અને તેણે બચવા માટે બારી તોડી નાખી હતી. આ ઘટના બાદ ફેન્સ પંતને લઈને સોશિયલ મીડિયા પર સતત પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
