રાજકોટમાં વિરાટના બર્થ ડેની થઇ શાનદાર ઉજવણી
ગત બે વર્ષથી રાજકોટમાં ઉજવી રહ્યો છે ક્રિકેટર વિરાટ કોહલી તેનો બર્થ ડે. આ વખતે પણ રાજકોટમાં વિરાટના બર્થ ડેની ભવ્ય ઉજવણી થઇ હતી.
વિરાટ અને તેના બર્થ ડેનો રાજકોટ સાથે ખાસ જોડાણ છે ગત વર્ષે પણ વિરાટ તેના જન્મદિવસે રાજકોટમાં જ હતો અને હોટેલમાં અનુષ્કા સાથે તેણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ વખતે પણ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં વિરાટ કોહલી રાજકોટમાં રમી રહ્યો હતો અને અહીં જ તેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આમ ગત બે વર્ષોથી રાજકોટમાં જ વિરાય કોહલી તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

ભારતીય ટીમના ખેલાડીઓએ વિરાટ કોહલીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો અને બે ખાસ પ્રકારની કેક પણ કટ કરવામાં આવી હતી. તેમજ ખાસ મેનું પણ બનાવવામાં આવ્યું હતું. જોકે આ વખતે ગર્લફ્રેન્ડ અનુષ્કા વિના જ વિરાટે પોતાનો 29મો જન્મદિવસ ઉજવ્યો હતો. કેક કટ કર્યા બાદ હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીના ચહેરાને કેકથી રંગી નાખ્યો હતો તે જોઈને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ તથા કોચે ખૂબ મજા લીધી હતી.












Click it and Unblock the Notifications
